×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનને બરબાદ કરનારા પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢીશું : આઇએસ


અફઘાનિસ્તાનમાં 'શરિયા' લાગુ કરવામાં તાલિબાન નિષ્ફળ, અમે વિશ્વભરમાં ઇસ્લામિક કાયદો લાગુ કરીશું 

વિશ્વમાં કોઇ પણ દેશ ઇસ્લામ અને કુરાનની વિરૂદ્ધમાં જશે તો તેણે અમારા પ્રકોપનો સામનો કરવો પડશે તેવી આઇએસની શેખી

તાલિબાન સામે પણ લડીશું, અમારા મિશનની શરૂઆત પાક.ના ખાતમા સાથે થશે : આઈએસ

ઇસ્લામાબાદ : અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓએ કબજો કર્યો તે બાદ અહીં આઇએસઆઇએસ અને તાલિબાન બન્ને વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એવામાં આઇએસએ પાકિસ્તાનને નષ્ટ કરી દેવાની ધમકી આપી છે. આઇએસએ કસમ ખાધી છે કે તે પાકિસ્તાનનો નાશ કરીને જ રહેશે. સાથે તેણે એવી પણ ધમકી આપી છે કે દુનિયામાં જે પણ ઇસ્લામ અને કુરાનની વિરૂદ્ધમાં જશે તેણે આતંકવાદના પ્રકોપનો સામનો કરવો પડશે. 

અફઘાનિસ્તાનમાં સક્રિય આઇએસ-કેએ કહ્યું છે કે અમારૂ પ્રથમ લક્ષ્ય પાકિસ્તાનને નષ્ટ કરવાનું છે કેમ કે અફઘાનિસ્તાનમાં હાલ જે પરિસિૃથતિ છે તેના માટે પાકિસ્તાન જવાબદાર છે. જ્યારે તાલિબાન અહીં હતું ત્યારે તે એ જ કહી રહ્યું હતું કે અમે દેશના 80 ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવીએ છીએ જોકે તેઓ ઇસ્લામિક શાસનને લાગુ નથી કરી શકતા. 

આઇએસની આ ધમકી જોકે માત્ર પાકિસ્તાન પુરતી નથી, આઇએસએ એમ પણ કહ્યું છે કે પુરી દુનિયામાં અમે શરિયાત કાયદો લાગુ કરવા માગીએ છીએ અને જે પણ દેશ તેનો વિરોધ કરશે તેણે અમારો સામનો કરવો પડશે. 

આઇએસઆઇએસ-ખુરાસને કહ્યું છે કે અમારો પહેલો ટાર્ગેટ પાકિસ્તાન હશે, કેમ કે તેણે અફઘાનિસ્તાનનો નાશ વાળ્યો છે. આતંકી નજીફુલ્લાએ કહ્યું હતું કે હું પહેલા તાલિબાનમાં હતો પણ હવે આઇએસમાં જોડાઇ ગયો છું. અમે તાલિબાનને પુરી ટક્કર આપવા માટે સક્ષમ છીએ, તાલિબાન પાસે હાલ 17 હજાર જેટલા આતંકીઓ જ્યારે આઇએસ-કે પાસે બે હજારથી વધુ આતંકીઓ હોવાના અહેવાલો અમેરિકા દ્વારા જાહેર કરાયા હતા. 

આઇએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આઇએસએ હવે તાલિબાન પર પણ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ કહ્યું હતું કે તાલિબાનનું શાસન આવ્યું તે બાદ પણ અફઘાનિસ્તાનની સિૃથતિ વધુ ખરાબ થતી ગઇ છે.

તાલિબાને અફઘાનિસ્તાનને નષ્ટ કરી દીધુ છે. આઇએસ-કેએ કહ્યું છે કે અમે શરિયા કાયદાને લાગુ કરવા માગીએ છીએ અને તેને અનુસાર જ રહેવા માગીએ છીએ. આ ધમકી આપનારા આતંકીનું નામ નજિફુલ્લાહ છે અને તેને પાકિસ્તાન તેમજ તાલિબાન, અમેરિકા, અફઘાનિસ્તાની સૈન્ય દળો દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે.  

જાહેર સ્થળો આતંકીઓના નિશાના પર 

અમેરિકામાં મોલ ઉડાવવાનું આઇએસનું કાવતરૂં, એલર્ટ જાહેર

ભીડ એકઠી થાય તે સ્થળે પોલીસ સુરક્ષા વધારવામા આવી, એજન્સીઓની ચાંપતી નજર 

વોશિંગ્ટન : અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી કોઇ મોટો આતંકી હુમલો નથી થયો, એવામાં હવે આતંકી સંગઠન આઇએસ કોઇ મોટા હુમલાને અંજામ આપે તેવા ઇનપૂટ મળ્યા બાદ અમેરિકી પોલીસ અને એજન્સીઓ એલર્ટ કરી દેવાઇ છે. 

આઇએસ અમેરિકાના કોઇ મોટા શોપિંગ મોલને ઉડાવવાની તૈયારીમાં છે. આ જાણકારી આપતા અમેરિકાની એજન્સીઓએ કહ્યું છે કે આઇએસના નિશાના પર ઉત્તર વર્જીનિયા રાજ્યના કોઇ પણ મોલ કે શોપિંગ સેંટર પર હુમલો કરી શકે છે. ફેયરફેક્સ કાઉંટીના પોલીસ પ્રમુખ કેવિન ડેવિસે જણાવ્યું હતું કે ગુરૂવારે અમને પુરા વિસ્તારમાં મોલ અને શોપિંગ સેંટરો પર સુરક્ષા વધારવાની જાણકારી મળી છે.

આઇએસ મોલને નિશાન બનાવે તેવા એલર્ટ બાદ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. વોશિંગ્ટન ડીસીથી 30 કિમી દુર સિૃથત ફેયર ઓક્સ મોલની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવાઇ છે. ખાસ કરીને જે પણ વિસ્તારોમાં ભીડ વધુ એકઠી થતી હોય તેની સુરક્ષા વધારી દેવામાં આવીછે. 

પાક.-ચીન સિવાય કોઇએ મદદ ન કરતા તાલિબાન ગુસ્સે ભરાયું 

વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે : તાલિબાન

તાલિબાનનો વડો હૈબતુલ્લાહ કબજા બાદ પ્રથમ વખત જાહેરમાં આવ્યો, ભાષણની ઓડિયો ક્લિપ જારી 

કાબુલ : પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે અન્ય દેશો તાલિબાનને આિર્થક મદદ કરે જોકે તેમ નથી થઇ રહ્યું, તેથી ગુસ્સે ભરાયેલા તાલિબાને હવે ધમકી આપી છે કે જો અમને આિર્થક મદદ કરવામાં ન આવી તો અમે વધુ ક્રૂર બનીશું અને હુમલા પણ કરીશું. જે હુમલા થશે તેને અટકાવીશું નહીં.   

તાલિબાન અગાઉ જ્યારે શાસનમાં હતુ ત્યારે તેણે અલકાયદા દ્વારા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા હતા. આ જ પ્રકારના હુમલા કરવાની આડકતરી રીતે તાલિબાને ધમકી આપી દીધી છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ્દે કહ્યું હતું કે તાલિબાનને એક જવાબદાર પક્ષ તરીકે જોવામાં આવે. 

તાલિબાને કબજો કર્યો તેને બે મહિના વીતી ગયા છે જોકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ જોઇ રહ્યું છે કે તાલિબાનમાં માનવ અિધકારોની શું સિૃથતિ છે.

આ સિૃથતિ વચ્ચે હવે ગુસ્સે ભરાયેલા તાલિબાને કહી દીધુ છે કે અન્ય દેશો પર જો કોઇ હુમલો થાય તો આવા હુમલાને અટકાવવાની અમે જવાબદારી નહીં લઇએ. બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે બાદ પહેલી વખત તાલિબાનનો વડો હૈબતુલ્લાહ અખુંડઝાદા જાહેરમાં જોવા મળ્યો હતો.

શનિવારે હૈબતુલ્લાહે દારૂલ ઉલૂમ હકીમાહ મદરેસાની મુલાકાત લીધી હતી. જોકે તેની આ મુલાકાત દરમિયાન ભારે સુરક્ષા વ્યવસૃથા કરાઇ હતી અને વીડિયો, ફોટો લેવા પર પ્રતિબંધ રખાયો હતો. જોકે તાલિબાનના વડાના ભાષણની 10 મિનિટની ઓડિયો ક્લીપ તાલિબાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરાઇ હતી.