×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનના બામિયાનમાં બુદ્ધની મૂર્તિ પર આતંકવાદીઓ કરી રહ્યાં છે શૂટિંગ પ્રેક્ટિસ

કાબુલ, તા, 2 નવેમ્બર 2021, સોમવાર

અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાન સત્તા પર આવ્યા બાદ લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાર શરૂ થઇ ગયા છે. તાલીબાન એક તરફ દુનિયાભરમાં ઉદાર બનાવનું નાટક કરે છે પરંતુ બીજી બાજુ બુદ્ધ મુર્તિઓને નષ્ટ કરી રહ્યાં છે. 

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ પર તાલિબાનના આતંકવાદીઓ ટાર્ગેટ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ અસહિષ્ણતાનો સ્પષ્ટ સંદેશ છે જેને ખુબ ગંભીરતાથી લેવો જોઇએ.  ટ્વિટર પર એક યુઝરે આ વીડિયોને કોમેન્ટ કરી હતી કે આ ઘટનાની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવી જોઇએ. દુનિયા અને અફઘાનિસ્તાની વિરાસતની સામે એક મોટી ચૂક છે. તેના પર પ્રતિબંધ મુકવો જોઇએ. તો બીજા એક યુઝરે લખ્યું કે, બામિયાની બુદ્ધ મૂર્તિયો માટે તાલિબાનમાં નફરત હજુ પણ યથાવત છે.

આ પહેલા ગત મહિને પણ તાલિબાનોના આતંકવાદીઓએ યૂનેસ્કો વિશ્વ વિરાસત સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. એક અહેવાલ અનુસાર આતંકવાદીઓએ ભગવાન બુદ્ધની ખોદકામ દરમિયાન મળી આવેલી મૂર્તિઓ અને અન્ય કાકૃતિઓને ફ્રાંસના પુરાત્વવિદોના એક ગોડાઉનમાંથી લૂંટી લીધી હતી. આ ટીમ બામિયાનમાં ખોદકામ કરી રહ્યાં હતા અને ત્યાંથી નીકળતી અનમોલ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરી રહ્યાં હતા..