×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનથી ભારતીયો નાગરીકોને લઈને વાયુસેનાનુ C-17 એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું

જામનગર,તા.17 ઓગષ્ટ 2021,મંગળવાર

વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 150 ભારતીય લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું છે. પ્રધાનમંત્રની દેખરેખ હેઠળ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. જેમની જમવા સહીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનથી 150 ભારતીય સાથે એક વિમાન આવી રહ્યું છે, જે જામનગર ખાતે ઇંધણ ભરાવવા ઉત્તરાયણ કરવાનું છે. અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે ફ્લાઇટમાં છે. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને નિકળેલુ એરફોર્સનું વિમાન જામનગર લેન્ડ આવ્યુ જે બાદ જામનગરથી વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝ રવાના થશે.