×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અપની તો જૈસે-તૈસે… ગીત પર ખૂબ જ નાચ્યા Paytmના માલિક, મળી આ મોટી ખુશી!


- બજાર નિયામક SEBI તરફથી કંપનીના 16,600 કરોડ રૂપિયાના આ IPOને મંજૂરી મળી ગઈ 

નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર, 2021, સોમવાર

ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણી વખત તેઓ મજેદાર વીડિયો શેર કરતા હોય છે જે ખૂબ જ વાયરલ પણ થાય છે. ત્યારે હવે તેમણે Paytmના ફાઉન્ડર વિજય શેખરનો એક ઝૂમતા હોય તેવો વીડિયો શેર કર્યો છે જેમાં વિજય શેખર ખૂબ જ આનંદથી ડાન્સ કરી રહેલા દેખાય છે. 

હર્ષ ગોયન્કાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં વિજય શેખર બોલિવુડના ગીત પર ખુશીથી નાચી રહ્યા છે અને ગોયન્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ભારતના સૌથી મોટા આઈપીઓમાંથી એકને સેબીની મંજૂરી મળ્યા બાદ પેટીએમ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ.'

તેમાં પેટીએમના પ્રમુખ પોતાના કર્મચારીઓ સાથે ફિલ્મ લાવારિસના પ્રખ્યાત ગીત 'અપની તો જૈસે-તૈસે...' પર ડાન્સ કરી રહ્યા છે. વિજય શેખરના ચહેરા પર SEBIની મંજૂરી મળ્યાની ખુશી સ્પષ્ટપણે ઝળકી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા IPO એટલે કે Paytm IPOનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બજાર નિયામક SEBI તરફથી કંપનીના 16,600 કરોડ રૂપિયાના આ IPOને મંજૂરી મળી ગઈ છે. Paytmના માલિકી હકવાળી કંપની One97 Communicationને સેબીતરફથી IPO લાવવા માટેની અનિવાર્ય મંજૂરી મળી ગઈ છે. 

કંપનીના આ આઈપીઓમાં 8,300 કરોડ રૂપિયાના નવા શેર અને તેટલી જ રાશિના શેર ઓફર ફોર સેલ (OFS)માં જાહેર થશે. આ શેર 1 રૂપિયાના અંકિત મૂલ્યના હશે. Paytm IPOમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા પોતાની અમુક ભાગીદારી વેચશે. જ્યારે Paytmના વર્તમાન રોકાણકાર SoftBank, Alibaba, Ant Financial Group અને SAIF પણ પોતાની ભાગીદારી ઘટાડશે. જ્યારે Ratan Tataનું અંગત રોકાણ ફંડ તેમાં પોતાની તમામ ભાગીદારી વેચી શકે છે.