×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અનેક રાજ્યોમાં ઘટી સંક્રમણની ઝડપ પરંતુ મૃતકઆંક હજુ પણ ડરામણો


- કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 9 મે, 2021, રવિવાર

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશભરમાં વ્યાપેલો છે. લોકડાઉન અને વીકેન્ડ કર્ફ્યુ છતાં કોરોનાના કહેરમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જણાઈ રહ્યો છે. કેટલાક રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મૃતકઆંક હજુ પણ ડરામણો જ છે. 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,09,300 નવા કેસ સામે આવ્યા છે અને 4,133 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ મૃતકઆંકમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. આ તરફ કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

દિલ્હીમાં સંક્રમણ દર ઘટ્યો

રાજધાની દિલ્હીમાં સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે. હાલ દિલ્હીનો સંક્રમણ દર 23.34 ટકા છે. અગાઉ 17 એપ્રિલના રોજ સંક્રમણ દર 24.56 ટકા હતો. 

મુંબઈમાં કોરોનાની ગતિ ઘટી

મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર ઘટી રહેલો જણાઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 50,000 કરતા ઓછી થઈ ગઈ છે.