×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અનેક પાવર પ્લાન્ટ્સમાં માત્ર થોડાંક દિવસો માટેનો કોલસાનો સ્ટોક બચ્યો, જાણો નિયમ


- પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશાની કોલસાની અનેક ખાણોમાં પાણી ભરાયા હોવાથી અનેક દિવસો સુધી કામ બંધ રહ્યું

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

ગત સપ્તાહે બેઈજિંગ અને શાંઘાઈ સહિત ચીનના અનેક મોટા શહેરોમાં વીજ સંકટ એ હદે પ્રગાઢ બન્યું હતું કે, રસ્તાઓ પર માત્ર ગાડીઓની લાઈટ જ ચમકી રહી હતી. આ વીજ સંકટના કારણે ચીનમાં સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું તેની સાથે જ ચીનના અર્થતંત્રને પણ ભારે મોટો ફટકો પડ્યો કારણ કે, વીજળી ન હોવાના કારણે ફેક્ટરીઝ બંધ કરવી પડી. ઉત્પાદન અટકી ગયું અને આવું એટલા માટે બન્યું કારણ કે, ચીનના પાવર પ્લાન્ટ્સમાં કોલસાની તંગી સર્જાઈ. હવે આ જ પ્રકારનું સંકટ ભારત તરફ આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા આ વાતને નકારી દેવામાં આવી છે પરંતુ અનેક રાજ્ય સરકારોએ કોલસાના સંકટનો દાવો કર્યો છે.

દેશમાં કોલસાની મદદથી ચાલતા પાવર પ્લાન્ટ્સની સંખ્યા કુલ 135 જેટલી છે. દરેક પાવર પ્લાન્ટ્સ પાસે ઓછામાં ઓછો 20 દિવસનો કોલસાનો ભંડાર હોય તે જરૂરી છે. પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તમામ પાવર પ્લાન્ટ્સ પાસેનો કોલસાનો સ્ટોક ઘટીને સાવ થોડાંક દિવસોનો જ રહ્યો. 3 ઓક્ટોબરના રોજ 25 પાવર પ્લાન્ટમાં 7 દિવસ કરતા પણ ઓછા સમયનો કોલસાનો ભંડાર હતો. ઓછામાં ઓછા 64 પાવર પ્લાન્ટમાં 4 દિવસ કરતા પણ ઓછા સમયનો કોલસો બચ્યો હતો. 01 ઓક્ટોબર, 2021ના રોજ ઉર્જા મંત્રાલયે પોતે જ એમ જણાવ્યું હતું કે, દેશના 134 થર્મલ પાવર પ્લાન્ટ પાસે માત્ર 4 દિવસનો સરેરાશ કોલસા ભંડાર બચ્યો છે જેથી વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે. 

જોકે પાવર પ્લાન્ટ્સમાં પણ તેની સાઈડ ઈફેક્ટ્સ દેખાવા લાગી છે. દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન ઘટી ગયું છે. ઝારખંડના બોકારો ખાતે ચંદ્રપુરા થર્મલ પાવર પ્લાન્ટમાં કોલ સ્ટોક સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે. ત્યાં માત્ર 3 દિવસનો સ્ટોક બચ્યો છે. મધ્ય પ્રદેશના ખંડવા ખાતે સંત સિંગાજી થર્મલ પાવર પ્લાન્ટ સહિત લગભગ તમામ પાવર પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન ઘટીને અડધું રહી ગયું છે. 

કોલસાનો સ્ટોક ઘટવા પાછળના મુખ્ય કારણ દેશમાં વીજળીની માગ વધવાથી કોલસાની ખપતમાં 18 ટકાના વધારા ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશાની કોલસાની અનેક ખાણોમાં પાણી ભરાયા હોવાથી અનેક દિવસો સુધી કામ બંધ રહ્યું, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થતાં આયાત ઘટી, કોરોના કાળ બાદ ઔદ્યોગિક એક્ટિવિટી વધવાથી વીજળીની ડિમાન્ડ વધી તે છે.