×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અદાકાર-એ-આઝમ દિલીપકુમાર ફાની દુનિયા છોડી ગયા


- સાંજના પાંચ વાગ્યે મુંબઈના સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ : અભિનયના આકાશમાં અંધારું

98 વર્ષીય પીઢ અભિનેતાને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય અપાઈ

- શાહરુખ, ધર્મેન્દ્ર, અનુપમખેર, અનિલ કપૂર, વિદ્યાબાલન, રણબીર સહિતના કલાકારો પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા 

- અંતિમ દર્શન માટે  ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર સહિતની રાજકીય હસ્તીઓ આવી

- હિન્દી સિનેજગતના કોહિનૂર દિલીપ કુમાર સદા દૈદિપ્યમાન રહેશે

મુંબઇ : ૯૮ વર્ષીય દિલીપ કુમાર ે ૭મી જુલાઇ ૨૦૨૧ના રોજ ખારની હિંદુજા હોસ્પિટલમાં સવારે ૭.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ ક્રિયા સાંતાક્રુઝના કબ્રસ્તાનમાં સાંજના પાંચ વાગ્યે પૂરા રાજકીય સમ્માનથી કરવામાં આવી હતી.આ સાથે જ તેમના અને સાયરા બાનોના ૫૫ વરસના લગ્નજીવનનો અંત આવી ગયો હતો. તેમને હિંદી સિનેમાંમાં પોતાના યોગદાન માટે પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી પરિસ્થિતિને લઈને  કબ્રસ્તાનમાં  વધુ ભીડ થવા દેવા આવી નહોતી  મોટાભાગના બોલીવૂડ સેલિબ્રિટીઓ તેમ જ  રાજકારણીઓ  તેમના ઘરે જ પત્ની સાયરાબાનોને આશ્વાસન  આપવા ગયા હતા.    શાહરૂખ ખાનને જોતાં  જ સાયરાબાનો પોકેપોકે  રડી પડયા હતા. કબ્રસ્તાનમાં   સાયરાબાનોની  સાથે  દિલીપ સાહેબના ખાસ મિત્રો ઉપરાંત અમિતાભ બચ્ચન , અભિષેક બચ્ચન, સુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથથે જોવા મળ્યા હતા.

દિલીપ કુમાર લાંબા સમયથી બીમાર હતા તેમજ હાલમાં જ તેમને ૨૯ જુનના રોજ ફેંફસામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમને બચાવાની અને તેઓ જીવનના ૧૦૦ વરસ પૂરા કરી શકે તે માટે પુષ્કળ મહેનત કરી હતી જે નિષ્ફળ નીવડી હતી. 

તેમના અવસાનના સમાચારથી બોલીવૂડમાં માતમ છવાઇ ગયો હતો. આજે હિન્દી સિનેમાના એક અધ્યાયનો અંત આવ્યો હતો. બોલીવૂડ અને રાજકીય જગતા લોકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. 

તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘર પર રાખવામાં આવ્યો હતો. તેમના પત્ની સાયરાબાનોને આશ્વાસન આપવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ ગયા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમને સંપૂર્ણ રાજકીય સમ્માનથી દફનાવાનો આદેશ આપ્યો હતો.તેમના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટીને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યો હતો.  

પોલીસના જણાવ્યા મુજબ, અંતિમ દર્શન માટે ફક્ત સેલિબ્રિટીઓને જ ઘરમાં જવાની પરવાનગી આપવામા ંઆવી હતી. કોરોનાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

તેમના ઘરે અંતિમ દર્શન માટે શબાના આઝમી, રણબીર કપૂર, ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે, કરણ જોહર, શાહરૂખ ખાન, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર,શરદ પવાર, છગન ભૂજબળ તેમજ અન્ય મંત્રીઓ ગયા હતા. તેમની અંતિમ વિદાય સમયે સાંતાક્રુઝના કબ્રસ્તાન પાસે ભારી ભીડ જોવા મળી હતી. પત્ની સાયરા બાનો પણ તેમની અંતિમ વિધીમાં પહોંચી હતી. 

દિલીપ કુમારનો જન્મ ૧૯૨૨માં પેશાવરમાં થયો હતો.તેઓ ૧૨ ભાઈ બહેનો હતા. તેમનું મૂળ નામ યૂસુફ ખાન હતું. તેમનો જન્મ પઠાન પરિવારમાં થયો હતો. યુસુફ તેમના માતા-પિતાનું ત્રીજુ સંતાન હતા.  ફિલ્મની કારકિર્દી ઉપરાંત તેઓ રાજકાણમાં પણ સક્રિય રહ્યા હતા. સાલ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી તેઓ  કોંગ્રેસના રાજકીય સાંસદ હતા. 

તેમના પર તેમના મોટા ભાઇ અય્યૂબનો ઘેરો પ્રભાવ પડયો હતો. અય્યુબ જ્ઞાાની અને કવિ હતો. તેની પાસે અંગ્રેજી ભાષાના અનેક પુસ્તકો હતા. પરિણામે દિલીપ કુમારને શેક્સપીયર, બર્નાડ શો, મોપાર્સા,ડિકેન્સ વગેરે વાંચવાની તક મળી.

દિલીપ કુમારે તેમની કારકિર્દી ફિલ્મ જ્વાર ભાટા ૧૯૪૪થી શરૂ કરી હતી. તેમણે કારકિર્દીમાં સૌથી વધુ એવોર્ડસ મેળવવાનો રેકોર્ડ કર્યો છે. તેમણે પોતાના કરતા ૨૨ વરસ નાની સાયરા બાનો સાથે ૧૯૬૬માં લગ્ન કર્યા હતા. સાયરા અને દિલીપ કુમારના લાંબા જીવનના લગ્નનો અંત આવ્યો છે. 

દિલીપ કુમારે નાસિકના દેવલાલીમાં બાન્સ સ્કુલમાં ભણતા હતા. જ્યાં તેમની સાથે રાજ કપૂર પણ ભણતા હતા. તેઓ બાળપણના મિત્રો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમાર ૧૮ વરસની વયે પિતા સાથે ચડભડ થતા ઘરમાંથી નાસી ગયા હતા. ત્યારે તેઓ પુણે જતા રહ્યા હતા અને એક પારસી કેફેના માલિકની મદદથી સેન્ડવિચનો સ્ટોલ લગાડયો હતો એ સમયે તેમણે રૂપિયા પાંચ હજાર ભેગા કર્યા હતા જે અધધધ રકમ કહેવાથી હતી. તેમણે ૧૯૪૨માં સ્ક્રિપ્ટ રાઇંગની પણ નોકરી કરી હતી. ત્યારે તેમને રૂપિયા ૧૨૫૦નો પગાર આપવામાં આવ્યો હતો. 

તેમણે તેમની પાંચ દાયકાની કારકિર્દીમાં ઘણી જ સારી અને હિટ ફિલ્મો આપી હતી. તેમણે સિલ્વર સ્ક્રીન પરએક નિષ્ફળ પ્રેમી તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓ આ જ કારણે ટ્રેજડી કિંગ તરીકે જાણીતા થયા હતા જોકે તેઓ દર્શકોને ખડખડાટ હસાવી પણ શકતા હતા. 

દિલીપ કુમાર પ્રતિષ્ઠિત  ફિલ્મ નિર્માણ સંસ્થા બોમ્બે ટોકીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. જ્યાં દેવિકા રાનીએ તેમને નામ અને કામ બન્ને આપ્યા હતા. 

દિલીપ કુમારે તેમની કારકિર્દીમાં ૫૪ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સદાય પોતાની ઇમેજનું ધ્યાન રાખીને ફિલ્મની પસંદગી કરતા હતા. કારકિર્દી દરમિયાન તેમની પ્રેમ કહાણીઓ પર એટલી જ જાણીતી થઇ હતી. તેઓ છ વખત પ્રેમમાં પડયા હતા. કામિની કૌશલ, મધુબાલા, સાયરા બાનુ, વહીદા રહેમાન જેવી અભિનેત્રીઓ સાથે ગાઢ સંબંધ હતા.અંતે તેમણે સાયરા બાનો સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ તેમને પણ છૂટાછેડા આપી હૈદરાબાદની સુંદરી અસ્મા સાથે નિકાહ પઢ્યા હતા. અંતે આ નિકાહ બે વરસ પછી તલ્લાકમાં પરિણમ્યા હતા અને તેઓ ફરી સાયરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તેમનો અને સાયરાનું લગ્નજીવન સુખદ રહ્યું હતું. 

તેમને ૧૯૯૭માં પાકિસ્તાન  સરકારે પણ નિશાન-અ-ઇમ્તિયાઝથી નવાજવામાં આવ્યા હતા, જે પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સમ્માન કહેવામાં આવે છે. તેમને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.