×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અતીક-અશરફ હત્યા કેસ બાદ ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે

Image : Twitter

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ પર હુમલો કરનાર ત્રણ યુવકો મીડિયા કર્મીઓ તરીકે પહોંચી ગયા હતા. આ સ્થિતિમાં હવે ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે. પત્રકારોને સુરક્ષા આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવા જઈ રહ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન પત્રકાર તરીકે દેખાતા ત્રણ લોકોએ બંને ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે પોલીસકર્મીઓ તેમને અહીં મેડિકલ કોલેજમાં તપાસ અર્થે લઈ જઈ રહ્યા હતા.

પ્રયાગરાજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગઈકાલે પ્રયાગરાજમાં બનેલી ઘટનાથી રસ્તાઓ સુમસાન થઈ ગયા છે. દરેક રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દુકાનો બંધ કરાવવામાં આવી છે. પોલીસ દરેક કાર્યવાહી પર નજર રાખી રહી છે. સીએમ યોગી તરફથી પોલીસને કડક દેખરેખની સૂચના મળી છે. રાજ્યમાં ગત મોડી રાત સુધી બેઠક ચાલુ રહી હતી.