×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અજીત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર, BCCIએ કરી જાહેરાત


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ  સિલેક્ટરની પસંદગી કરી છે. BCCI એ  જાહેરાત કરી કે, પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોએ સર્વાનુમતે અજીત અગરકરના નામને મંજૂરી આપી દીધી છે. BCCIએ સોશિયલ મીડિયા દ્વારા અગરકરના પસંદગી સમિતિના અધ્યક્ષ બનવાની માહિતી આપી હતી.

 ચેતન શર્માના રાજીનામા બાદ આ પોસ્ટ ખાલી પડાઈ હતી 

અજીત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું . જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી.

અજીત અગરકરને સોંપાઈ નવી જવાબદારી 

હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે. અજીત અગરકરે થોડા દિવસો પહેલા IPL ટીમ દિલ્હી કેપિટલ્સમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તે ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર બનશે તે લગભગ નક્કી  હતું.

અગરકરે કુલ આટલી મેચો રમી 

અગરકરે 26 ટેસ્ટ અને ચાર T20 ઈન્ટરનેશનલ ઉપરાંત 191 ODI રમી છે. તે 1999, 2003 અને 2007 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતા. તેને 2007 વર્લ્ડ T20 વિજેતા ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. અગરકરે તાજેતરમાં જ દિલ્હી કેપિટલ્સના સહાયક કોચના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે છેલ્લા બે વર્ષથી દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલ હતા.