×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'અચ્છે દિન'! ભારતમાં 5 વર્ષમાં કરોડપતિઓ બમણા અને અબજોપતિઓ દોઢ ગણાથી વધુ થઇ જશે!


નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ 2023 એ દાવો કર્યો છે કે, ભારતમાં કરોડપતિઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થશે અને અબજોપતિઓની સંખ્યા દોઢ ગણી થશે. 2027 સુધીમાં દેશમાં હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સની સંખ્યા 16 લાખને વટાવી જશે. એટલે કે, જેમની નેટવર્થ 1 મિલિયન ડોલર કે તેથી વધુ છે તેમની સંખ્યા વધીને 1.6 મિલિયન ડોલર થશે. 2022 સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા 7.97 લાખ થઇ ગઈ છે. રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષમાં અમીર લોકોની સંખ્યામાં 108 ટકાનો વધારો થશે.

2027 સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી જશે

રિપોર્ટ અનુસાર, ભારતના અતિ-ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ, જેમની પાસે 30 મિલિયન ડોલરથી વધુની નેટવર્થ છે, 2027 સુધીમાં 58.4% વૃદ્ધિ પામશે. 2027 માં, દેશમાં 30 મિલિયનથી વધુની નેટવર્થ ધરાવતા 19,119 લોકો હશે. 2022 સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા 12,069 છે. જ્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યા 2027 સુધીમાં 161થી વધીને 195 થઈ જશે.

વ્યાજદરમાં વધારા અને અન્ય કારણોસર 2022માં અમીરોની યાદીમાં મોટો ઘટાડો નોંધાયો 

2022 માં, હાઈ-નેટ-વર્થ વાળા વ્યક્તિઓનો વિશ્વમાં 3.8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ હતો. જ્યારે 2021માં 9.3ટકાનો વધારો નોંધાયો હતો. આર્થિક મંદી, અવારનવાર દરમાં વધારો અને વધતી ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા શ્રીમંતોની સંપત્તિ અને રોકાણ પોર્ટફોલિયોને અસર થઈ હતી. આ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી હતી. વ્યાજદરમાં વધારા અને અન્ય કારણોસર 2022માં અમીરો લોકોની યાદીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.