×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અગ્નિ પ્રાઈમઃ મોબાઈલ વડે લોન્ચિંગની ક્ષમતા, 1500 કિમી સુધી પ્રહાર, DRDO દ્વારા સફળ પરીક્ષણ


- આ મિસાઈલે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે મિશનના તમામ ઉદ્દેશ્ય પૂરા પાડ્યા હતા

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

અગ્નિ સીરિઝના સૌથી અત્યાધુનિક વર્ઝન અગ્નિ પ્રાઈમ નામની મિસાઈલનું આજે એટલે કે સોમવારે સવારે 10:55 કલાકે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત આ મિસાઈલનું ઓડિશાના કિનારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું કે, તેમના દ્વારા આ મિસાઈલ વિકસિત કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલને 4,000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-4 અને 5,000 કિમીની અગ્નિ-5 મિસાઈલમાં વપરાતી અત્યાધુનિક ટેક્નોલોજી ભેગી કરીને તૈયાર કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલની મારક ક્ષમતા 1,000થી 2,000 કિમીની છે પરંતુ તે અત્યાધુનિક વસ્તુઓથી સુસજ્જ છે. 

ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું કે, ઓડિશાના પૂર્વીય તટના કિનારે આવેલા વિવિધ રડાર અને અન્ય ટેક્નોલોજી દ્વારા રડારને ટ્રેક કરવામાં આવેલ. આ મિસાઈલે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે મિશનના તમામ ઉદ્દેશ્ય પૂરા પાડ્યા હતા. 

મોબાઈલ લોન્ચર વડે પણ કરી શકાશે ફાયર

અગ્નિ પ્રાઈમ મિસાઈલ 2 સ્ટેજ અને સોલિડ ફ્યુઅલ પર આધારીત છે. તેને એડવાન્સ રિંગ-લેઝર ગાયરોસ્કોપ પર આધારીત ઈન્ટરીયલ સિસ્ટમ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. બંને ચરણમાં સમગ્ર રોકેટ મોટર્સ છે. તેની ગાઈડન્સ સિસ્ટમ ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર્સથી સજ્જ છે. સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સિંગલ સ્ટેજવાળા અગ્નિ-1થી અલગ ડબલ સ્ટેજવાળી અગ્નિ પ્રાઈમ ફ્લેક્સિબલિટી સાથે રસ્તા અને મોબાઈલ લોન્ચર એમ બંને રીતે ફાયર કરી શકાશે.