×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અગ્નિપથઃ અગ્નિવીરો માટે CAPF-આસામ રાઈફલ્સમાં 10% અનામતની જાહેરાત


- અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે તેમાંથી 25% અગ્નિવીરોને સેનાના કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે.

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર

સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. યુવાનો રસ્તાઓ પર ઉતરીને અગ્નિવીરની ભરતીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગૃહમંત્રાલયે તેને લઈને મહત્વનું એલાન કર્યું છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલની ભરતીમાં અગ્નિવીરોને 10%  અનામત આપવાનું એલાન કર્યું છે. 

ગૃહ મંત્રાલયે અગ્નિવીરોના રૂપમાં સેવા પૂરી કરનારા માટે મહત્તમ વય મર્યાદામાં પણ છૂટ આપવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ત્રણેય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું. સેનામાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ યોજનાનું એલાન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ અગ્નિવીરો માટો મોટું એલાન કર્યું હતું.

અમિત શાહે એ જાહેરાત કરી દીધી હતી કે, આસામ રાઈફલ્સ અને  CAPFની ભરતીઓમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી અગ્નિપથ યોજનના પ્રશિક્ષિત યુવાનો માટે આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપવાનું માધ્યમ બતાવવામાં આવ્યું હતું. ગૃહમંત્રાલયે હવે અગ્નિવીરો માટે  અનામતનું એલાન પણ કરી દીધું છે. 

અગ્નિપથ યોજના સામે દેશભરમાં પ્રદર્શન

અગ્નિવીરો માટે ગૃહમંત્રાલય દ્વારા આ એલાન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે તેમાંથી 25% અગ્નિવીરોને સેનાના કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે.

યોજના પ્રમાણે 5 વર્ષ સેવા પૂરી કર્યા બાદ 75% અગ્નિવીરોને સેવા નિધિ આપીને સેવાથી મુક્ત કરી દેવામાં આવશે. 4 વર્ષની સેવા બાદ અગ્નિવીરો શું કરશે? આ યોજનાના એલાન કર્યા બાદથી જ મોટો સવાલ બન્યો છે. યુપી સહીત ઘણા રાજ્યો પણ ભરતીઓમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનું એલાન કરી ચૂક્યા છે.