×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાએ અદાણી સામે આર્બિટ્રેશનમાં દાવો માંડ્યો

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર 2022, શનિવાર

અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવા સંબંધિત ડિસેમ્બર 2017ના શેર ખરીદી કરારની શરતોના ભંગના સંદર્ભે વિવાદોના સંબંધમાં અદાણી જૂથ વિરુદ્ધ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં રજૂઆત કરી છે. 

કંપનીએ જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સમક્ષ આશરે રૂ. 13,400 કરોડની રકમ માટે આર્બિટ્રેશનના દાવાઓનું નિવેદન નોંધાવ્યું છે.

સ્ટોક એક્સચેન્જોને ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, આર્થિક સૂચિતાર્થની ખાતરી કરી શકાતી નથી અને તે આર્બિટ્રેશનના અંતિમ પરિણામ અને ત્યારબાદના કાનૂની પડકારો પર આધારિત છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આ વિવાદ અંગે કોઈ વિગતો નથી આપી.

2017માં અદાણી જૂથે રૂ. 18,800 કરોડના સોદામાં મુંબઈ પાવર બિઝનેસ હસ્તગત કર્યો હતો જે અંતર્ગત અનિલ અંબાણીની કંપનીએ શહેરમાં તેનો ઉર્જા વ્યવસાય, ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશન અદાણી ટ્રાન્સમિશનને વેચ્યું હતું.

આ ભંડોળનો ઉપયોગ શાહુકારને ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો.

MCIA સાઈટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન (MCIA) ભારતમાં તેના પ્રકારની પ્રથમ આર્બિટ્રેશન સંસ્થા છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને કાનૂની સમુદાયો વચ્ચે સંયુક્ત પહેલમાં સ્થપાઈ છે.