×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ંમેડિકલ સહિતની કોલેજોમાં પાછલા બારણે અપાતા એડમિશન બંધ કરો ઃ દિલ્હી હાઇકોર્ટ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯લાખો વિદ્યાર્થીઓ કોલેજોમાં મેરિટને આધારે પ્રવેશ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યાં છે જ્યારે બીજી બાજુ મેડિકલ સહિતની કોલેજોમાં પાછલા બારણે એડમિશન થઇ રહ્યાં  છે જે બેધ થવા જોઇએ તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટલ ઓફ મેડિકલ એજયુકેશન(ડીએમઇ) દ્વારા હાથ ધરવામાં આવેલા સેન્ટ્રલાઇઝ્ડ કાઉન્સિલિંગમાં ભાગ લીધા સિવાય ૨૦૧૬માં ભોપાલની એલ એન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એડમિશન લેનારા પાંચ વિદ્યાર્થીઓની અપીલ ફગાવી દેતા હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.જો કે સુપ્રીમ કાર્ટે તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં નીટની પરિણામને આદારે જ સેન્ટ્રલાઇઝ્ડ કાઉન્સિલિંગ સિસ્ટમ દ્વારા જ પ્રવેશ આપવાના નિર્દેશ આપવાના નિર્દેશ આપ્યા છીએ. ઉલ્લેખનીય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(એમસીઆઇ)એ એપ્રિલ, ૨૦૧૭માં પાંચ અરજદારોના સંદર્ભમાં લેટર્સ ઓફ ડિસ્ચાર્જ ઇશ્યુ કર્યા હતાં અને ત્યારબાદ પણ અનેક વખત  કોમ્યુનિકેશન થયો હોવા છતાં મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓએ આ બાબત પ્રત્યે ધ્યાન આપ્યું ન હતું. કોલેજે અરજદારોને પોતાના વિદ્યાર્થીઓ માનવાનું ચાલુ રાખ્યું હતું, કોર્સ એટેન્ડ કરવાની મંજૂરી આપી હતી અને પરીક્ષામાં પણ બેસવા દીધા હતાં. આ દરમિયાન આ વિદ્યાર્થીઓએ એમસીઆઇ દ્વારા ઇશ્યુ કરાયેલ ડિસ્ચાર્જ લેટર્સ રદ કરવા માટે કોર્ટંમાં અપીલ કરી હતી. જો કે સિંગલ જજની બનેલી ખંડપીઠે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ વિદ્યાર્થીઓએ સિંગલ જજના ચુકાદાને પડકારવા માટે અપીલ દાખલ કરી હતી. જો કે ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ જસ્મિત સિંહની બનેલી ખંડપીઠે આ અપીલને પણ ફગાવી દીધી હતી. ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે મેડિકલ સહિતની કોલેજોમાં બંધ બારણે થતા એડમિશન બંધ થવા જોઇએ. દશમાં લાખો વિદ્યાર્થીઓ મેરિટને આધારે એડમિશન મેળવવા માટે ખૂબ જ મહનત કરી રહ્યાં છીએ ત્યારે આ પ્રકારે બંધ બારણે થતાં એડમિશન કોઇ પણ સંજોગોમાં બંધ થવા જ જોઇએ.