VIDEO : ફરી નેતાઓએ હદ વટાવી, દિલ્હી MCD સદનમાં ભાજપ-આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી

VIDEO : ફરી નેતાઓએ હદ વટાવી, દિલ્હી MCD સદનમાં ભાજપ-આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં સ્થાઈ સમિતિની ચૂંટણીને લઈ જોરદાર બબાલ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી માત્ર વિરોધ અને શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું હતું, જોકે હવે MCDનું ગૃહ યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. અહીં કાઉન્સિલરો વચ્ચે મારામારીના વીડિયો સામે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે રાત્રે શરૂ કરાયેલ મતદાનની કાર્યવાહી બીજા દિવસે સવાર સુધી પણ પૂર્ણ થઈ શકી નથી. આખી રાત ચાલેલા હંગામા અને મારમારી બાદ આજે સવાર સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

કાઉન્સિલરો વચ્ચે મુક્કાબાજી

દિલ્હી MCD ફરી યુદ્ધનું મેદાન બની ગયું છે. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને મતદાન થયું હતું, જોકે ફરી આપ અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે છુટાહાથની મારામારી શરૂ થઈ ગઈ. એટલું જ નહીં કાઉન્સિલરો એકબીજાને મુક્કા મારી રહ્યા છે, તો વાળ પણ ખેંચવામાં આવી રહ્યા છે.

મહિલા કાઉન્સિલરો પણ આક્રમક બની

ઉલ્લેખનિય છે કે, એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને આજે મતદાન થયું હતું. જોકે મતદાન દરમિયાન સામ-સામે જોરદાર બબાલ શરૂ થઈ ગઈ હતી અને ફરી મતગણતરીની માંગ ઉઠતા ફરી ભાજપ અને આપ કાઉન્સિલરો સામ-સામે આવી ગયા અને મારમારી શરૂ થઈ ગઈ હતી. હાલ જે વીડિયો સામે આવ્યા છે, તેમાં કાઉન્સિલરો એકબીજાને લાતો-ફેંટો મારી રહ્યા છે. મહિલા કાઉન્સિલરો પણ આક્રમક જોવા મળી રહી છે.

Share: