×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : પાયલોટ-ગેહલોત વિવાદ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના વધુ 2 નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી, સામ-સામે આપી ચેતવણી

જયપુર, તા.29 મે-2023, સોમવાર

રાજસ્થાનમાં કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આ વિખવાદ માત્ર અશોક ગેહલોત અને સચિન પાયલટ પૂરતો જ નહીં, પરંતુ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હવે જાહેર કાર્યક્રમોમાં લડતા જોવા મળી રહ્યા છે. અજમેર બાદ સીકરમાં સરકારી બેઠક દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જિલ્લાના પ્રભારી મંત્રીની સામે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રાજેન્દ્ર પારીક સાથે ભીડાઈ ગયા... બંને વચ્ચેનો મામલો એટલો ઉગ્ર બન્યો કે, તેઓએ એકબીજાને પોતપોતાની મર્યાદામાં રહેવા ચેતવણી આપી દીધી. આ બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કલેક્ટર ઓફિસમાં બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે બોલાચાલી

મળતી માહિતી મુજબ સીકરમાં સોમવારે સીકરના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી શકુતલા રાવત કલેક્ટર ઓફિસમાં સરકારની જાહેરાતો અંગે બેઠક કરી રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને સીકર કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર પારીક પણ ઉપસ્થિત હતા. સીકરના નવલગઢ રોડ પર પાણીના નિકાલ અને ફોર લેન પ્રોજેક્ટના મુદ્દે ડોટાસરાએ અધિકારીઓ પાસેથી જવાબ માંગવાનું શરૂ કર્યું ત્યારે રાજેન્દ્ર પારીકે બોલવા લાગ્યા..

ડોટાસરા અને રાજેન્દ્ર પારીક વચ્ચે શબ્દયુદ્ધ

રાજેન્દ્ર પારીક વચ્ચે બોલતા ગોવિંદસિંહ ડોટાસરાને ગુસ્સો આવી ગયો હતો અને તેમણે પારીકને મર્યાદામાં રહેવાની સૂચના આપી દીધી... જેના પર રાજેન્દ્ર પારેકે પણ વળતો જવાબ આપતા ડોટાસરાને કહ્યું કે, ‘તમને શરમ આવવી જોઈએ...’ આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું... પારીક વિધાનસભાના સભા પતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.