×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Video: તૂર્કીયેમાં રશિયાના પ્રતિનિધિએ યુક્રેનના સાંસદના હાથમાંથી રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લેતા જાહેરમાં મારામારી


નવી દિલ્હી,તા.5 મે 2023,શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટ હવે એ સ્તરે પહોંચી છે કે, બંને દેશોના પ્રતિનિધિઓ કોઈ ત્રીજા દેશની ધરતી પર પણ ઝઘડવામાંથી બાજ આવી રહ્યા નથી. મળતી વિગતો પ્રમાણે તૂર્કીયેની રાજધાની અંકારામાં બ્લેક સી ઈકોનોમિક કો ઓપરેશન નામના સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં બ્લેક સી વિસ્તારના દેશોના પ્રતિનિધિઓ આર્થિક, ટેકનિકલ અને સામાજિક સહયોગ વધારવા પર ચર્ચા કરી રહ્યા હતા.

રશિયાના પ્રતિનિધિ ભડકયા 

ગુરુવારે મળેલી બેઠક દરમિયાન યુક્રેનના સાંસદ ઓલેક્ઝાન્ડર મારિકોવ્સ્કી યુક્રેનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા માંડ્યા હતા.આ જોઈને રશિયાના પ્રતિનિધિ ભડકયા હતા અને તેમના હાથમાંથી ધ્વજ છીનવી લીધો હતો. આ હરકતથી યુક્રેનના સાંસદ એ હદે ભડકી ઉઠયા હતા કે પ્રોટોકોલની પરવા કર્યા વગર તેમણે રશિયન પ્રતિનિધિ પર હુમલો કરીને મુક્કા અને થપ્પડોનો વરસાદ કરી દીધો હતો.

આ ઘટનાનો વિડિયો થયો વાયરલ

આ જોઈને બેઠકમાં હંગામો થઈ ગયો હતો.સિક્યુરિટી કર્મચારીઓએ બંનેને અલગ કર્યા હતા. આ ઘટનાના પગલે થોડા સમય માટે બેઠક પણ રોકી દેવી પડી હતી.જાહેરમાં થયેલી આ મારામારીનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.