VIDEO : જો તમે હિન્દુ હોત, નામ શેખર કૃષ્ણ હોત? શાહરૂખના જવાબે ચાહકોનું જીત્યું દિલ

VIDEO : જો તમે હિન્દુ હોત, નામ શેખર કૃષ્ણ હોત? શાહરૂખના જવાબે ચાહકોનું જીત્યું દિલ
Image  – Shah Rukh Khan, Twitter

મુંબઈ, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ રિલિઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના બેશર્મ રંગ ગીત પર વિવાદ થઈ રહ્યો છે. શાહરૂખ અને દીપિકાની ફિલ્મ પર અશ્વિલતા ફેલાવવાનો આરોપ લગાવાયો છે. ધાર્મિક સંગઠનોએ ‘પઠાણ’ને બૉયકોટ કરવાની વાત કહી છે અને આ વિવાદો વચ્ચે શાહરૂખ ખાનનો ધર્મ અંગેનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જો શાહરૂખ ખાન હિંદુ હોત તો…

એક જૂના ઈન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખ ખાને એવું નિવેદન કર્યું હતું, જેના કારણે ચાહકો ખુશ થઈ ગયા હતા.  આ ઈન્ટરવ્યૂમાં શાહરૂખને પ્રશ્ન કરાયો હતો કે, જો તેઓ હિંદુ હોય અથવા તેનું નામ કંઈક બીજું હોત તો શું તેમના માટે વસ્તુઓ અલગ હોત? શાહરૂખને કહેવામાં આવ્યું કે, તમે એક સારા મુસ્લિમ છો, જોકે તમારું નામ SKથી શેખર કૃષ્ણ હોત… ત્યારે શાહરુખ તુરંત વચ્ચે બોલ્યો કે – શેખર કૃષ્ણ નહીં… SRK એટલે શેખર રાધા કૃષ્ણ… શાહરુખે તેના જવાબથી ચાહકોનું દિલ જીતી લીધું…

શાહરુખના જવાબના લોકો દિવાના થયા…

શાહરૂખને ચહેરા પર ફુલ સ્માઈલ સાથે સુંદર રીતે જવાબ આપતા જ લોકો તેમના દિવાના થઈ ગયા. હવે ફિલ્મ પઠાણ પર થઈ રહેલા વિવાદ વચ્ચે ધર્મ અંગે શાહરૂખનો આ જુનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. શાહરૂખનો અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો છે.

Share: