VIDEO: ગુરુગ્રામમાં ભીષણ આગ, 200 ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ, ઘણા સિલિન્ડરોમાં પણ વિસ્ફોટ

VIDEO: ગુરુગ્રામમાં ભીષણ આગ, 200 ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ, ઘણા સિલિન્ડરોમાં પણ વિસ્ફોટ

ગુરુગ્રામ, તા.09 જાન્યુઆરી-2023, સોમવાર

ગુરુગ્રામમાં સોમવારે બપોરે સેક્ટર-49માં ઘસૌલા ગામ પાસે આવેલી ઝૂંપડપટ્ટીઓ અચાકન આગ લાગતા અફરાતફરી મચી છે. ઝૂંપડપટ્ટીઓમાં નાના ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થવાથી આગ ઝડપથી ફેલાઈ રહી છે.

ગુરુગ્રામમાં બનેલી આ આગની ઘટનાને કારણે અસંખ્ય પરિવારો આસરા વિહોણા થયા છે. સેક્ટર-49માં આવેલ ઘસૌલા ગામમાં આગ લાગવાથી 200થી વધુ ઝૂંપડપટ્ટીઓ સળગીને રાખ થઈ ગઈ છે. આગ લાગી ત્યારે ઘણા સિલિન્ડરોના વિસ્ફોટનો પણ અવાજ સંભળાયો હતો. હાડથીજાવતી ઠંડીમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓના આસરાઓ છિનવાઈ ગયા છે તેમજ તેમનો તમામ સામાન બળીને રાખ થઈ જતા લોકોની પરિસ્થિતિ વધુ વિકટ જોવા મળી રહી છે.

Share: