VIDEO: કર્ણાટકના હૂબલીમાં PMની સુરક્ષામાં મોટી ચૂક, એક યુવક મોદી સુધી પહોંચી ગયો

VIDEO: કર્ણાટકના હૂબલીમાં PMની સુરક્ષામાં મોટી ચૂક, એક યુવક મોદી સુધી પહોંચી ગયો

Image: Twitter 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષામાં એક ચૂક જોવા મળી હતી. PM મોદીના રોડ શો દરમિયાન એક યુવક કાફલા માંથી મોદી નજીક પહોંચી ગયો હતો. તે વ્યક્તિ PMની ગાડી સુધી પહોંચી ગયો હતો ત્યાંથી સુરક્ષાકર્મીએ તેને પક્કડી પડ્યો હતો.

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં રોડ શોમાં કરી રહ્યા હતા, વડાપ્રધાન કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન કરતા હતા, તે દરમિયાન યુવક દોડીને માળા લઈને વડાપ્રધાન પાસે પહોંચી ગયો હતો અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરતો દેખાયો હતો. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દીધો ન હતો તે પહેલા જ તેને સાઇડ કરી દેવામાં આવ્યો હતો.

યુવા સમિટ આયોજન 
આ સમિટના કાર્યક્રમો વિશે PMOએ જણાવ્યું હતું કે, G-20 ઉપરાંત, કાર્ય, ઉદ્યોગ,  21મી સદીના કૌશલ્યો, આબોહવા પરિવર્તન અને આપત્તિના જોખમમાં ઘટાડો, લોકશાહી અને શાસનમાં વહેંચાયેલ ભવિષ્ય અને આરોગ્ય વિશે યુવા સમિટ યોજાશે અને સમાજ કલ્યાણની ચર્ચા કરવામાં આવશે. 

Share: