VIDEO: ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં ભાગદોડ, મહિલાનું મૃત્યુ અને 9 ઘાયલ

VIDEO: ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં ભાગદોડ, મહિલાનું મૃત્યુ અને 9 ઘાયલ

Image: Twitter 

ઓડિશાના કટકમાં મકરસંક્રાંતિના મેળામાં બડંબા-ગોપીનાથપુર ટી-બ્રિજ પર લોકોની સખત ભીડ જોવા મળી હતી. આ ભીડમાં ભાગદોડના લીધે એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 9 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાંથી હાલ ચારની હાલત ગંભીર છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મકર સંક્રાંતિ નિમિત્તે ટી-બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેને લીધે આ ઘટના બની હતી.

બદમ્બા-નરસિંહપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેબી પ્રસાદ મિશ્રાએ આ ઘટનામાં મૃત મહિલાના નામની પુષ્ટિ કરી હતી. બીજા ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને કટક શહેરની એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અથાગઢના DY.કલેક્ટર હેમંત કુમારે જણાવ્યું હતું કે, ભગવાન સિંહનાથની આરાધના માટે બપોરે મેળામાં આવેલા ઘણી મહિલાઓ અને બાળકો સહિત ભક્તોની સંખ્યામાં એકાએક વધારો થવાને કારણે આ ઘટના બની હતી.

આ ઘટના મામલે ઓડિશાના સીએમ નવીન પટનાયકે મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

Share: