VIDEO : એર ઈન્ડિયાનું નવું નઝરાણું… નવો લોગો અને ડિઝાઈન જાહેર કરી નવું નામ આપ્યું…

VIDEO : એર ઈન્ડિયાનું નવું નઝરાણું… નવો લોગો અને ડિઝાઈન જાહેર કરી નવું નામ આપ્યું…

નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર

ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા નવું નઝરાણું લઈને આવી છે. કંપનીએ નવા લોગો અને ડિઝાઈનનો ખુલાસો કર્યો છે…. એટલું જ નહીં આ સાથે કંપનીએ લોગોના નવા નામની પણ જાહેરાત કરી છે… એર ઈન્ડિયાએ તેના નવા લોગોમાં લાલ, સફેદ અને જાંબલી રંગને યથાવત્ રાખ્યો છે… નવા લોગોને ‘ધ વિસ્ટા’ નામ અપાયું છે. એરલાઈન્સે તેની નવી ટેલ ડિઝાઈન અને નવા થીમ સોંગનો પણ ખુલાસો કર્યો છે… ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે… એર ઈન્ડિયાએ આજે સાંજે એક લાઈવ ઈવેન્ટ દરમિયાન તેના નવા લોગોને લોન્ચ કર્યો છે.

એર ઈન્ડિયા ટાટા ગ્રુપ માટે વ્યવસાય નહીં, પેશન : ચેરમેન

એર ઈન્ડિયાનો નવો લોગો એરલાઈન્સની નવી ઓળખ અને રીબ્રાંન્ડિંગનો ભાગ છે… નવા લોગોના લોન્ચિંગ કાર્યક્રમમાં ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે, એર ઈન્ડિયા ટાટા ગ્રુપ માટે વ્યવસાય નહીં, પેશન છે અને આ પેશન એક રાષ્ટ્રીય મિશન છે… તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાને વિશ્વ સ્તરની એરલાઈન્સ બનાવવાના સફરની શરૂઆત થઈ ગઈ છે… 

તેમણે કહ્યું કે, 15 મહિનામાં તેઓ એર ઈન્ડિયાને વિશ્વની સૌથી શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, કસ્ટમર સર્વિસ અને સેવા આપતી એરલાઈન્સ કંપની બનાવવા માંગે છે… છેલ્લા 12 મહિનામાં અમે તમામ સુવિધાઓમાં શ્રેષ્ઠ સુધારો કર્યો…

Share: