VIDEO: અમૃતપાલનો વધુ એક વીડિયો વાયરલ, કહ્યું ‘મારી વિરુદ્ધ રચાયું ષડયંત્ર’ : સરેન્ડરની અટકળો પર પોલીસે આપ્યો આ જવાબ

VIDEO: અમૃતપાલનો વધુ એક વીડિયો વાયરલ, કહ્યું ‘મારી વિરુદ્ધ રચાયું ષડયંત્ર’ : સરેન્ડરની અટકળો પર પોલીસે આપ્યો આ જવાબ

અમૃતસર, તા.29 માર્ચ-2023, બુધવાર

ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી અને ‘વારિસ પંજાબ દે’નો ચીફ ભાગેડુ અમૃતપાલ સિંહનો વધુ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમૃતપાલ કહી રહ્યો છે કે, ષડયંત્રના ભાગરૂપે તેના પર NSA લગાવાયો છે. આજે બુધવારે વીડિયો ક્લિપમાં તેણે એવો પણ દાવો કે, તે શીખ સમુદાયના અધિકારો માટે લડી રહ્યો છે.

અમૃતપાલના સરેન્ડરને લઈ અટકળો પર પોલીસે આપ્યો જવાબ

તો બીજી તરફ તેના સરેન્ડરને લઈને પણ અટકળો સામે આવી રહી છે, જે અંગે અમૃતસરના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે કહ્યું કે, હાલમાં તેમની પાસે આ અંગે કોઈપણ માહિતી નથી તેમજ તેના દ્વારા કોઈપણ પ્રકારની શરતો કે માંગણી કરવામાં આવી નથી… તેમણે જણાવ્યું કે, ‘અમારી પાસે આવી કોઈ જાણકારી નથી… અમે ઘણા લોકો પાસેથી તેમજ મીડિયામાંથી આ અફવાઓ સાંભળવા મળી છે… જોકે હું આ અંગેની કોઈ પુષ્ટી કરતો નથી, કારણ કે મારી પાસે તેના સરેન્ડરની કોઈપણ જાણકારી નથી.

અમૃતપાલે કોઈપણ પ્રકારની શરતો કે માંગણી કરી નથી : પોલીસ કમિશનર

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, અમે પોલીસની સુરક્ષા માટે વ્યવસ્થા કરીને રાખી છે… જો તે સરેન્ડર કરવા ઈચ્છશે તો તેમના મનની વાત છે. મારી પાસે તેનો કોઈપણ સંપર્ક નથી તેમજ તેણે કોઈપણ પ્રકારની શરતો કે માંગણી કરી નથી… જોકે તેમની શરતો વગર જ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, પંજાબ પોલીસ એક પ્રોફેશનલ સંગઠન છે અને જો તેઓ સરેન્ડર કરશે તો કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમની સાથે વ્યવહાર કરવામાં આવશે, આ એક નિર્ધારિત પ્રક્રિયા છે. તેની સાથે કોઈપણ પ્રકારનો દુરુપયોગ કે ખોટો રસ્તો અપનાવવામાં આવશે નહીં.

Share: