Video: અમદાવાદ, ગાંધીનગરમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ, ઝીરો વિઝિબિલિટી

Video: અમદાવાદ, ગાંધીનગરમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ, ઝીરો વિઝિબિલિટી

image : Envato

અમદાવાદ, તા.30 જાન્યુઆરી, 2023

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં આજે ધૂમ્મસની ચાદર છવાઈ જતાં વિઝિબિલિટી લગભગ શૂન્યએ પહોંચી ગઈ હતી. સવારના 7 વાગ્યે પણ રાત જેવો જ માહોલ દેખાઈ રહ્યો હતો અને રોડ પર વાહનો ચલાવવામાં તો એટલી હદે તકલીફ પડી રહી હતી કે લગભગ 5થી 10 ફૂટ પણ જોવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

જ્યાં જુઓ ત્યાં બસ ધૂમ્મસ જ દેખાઈ રહ્યું હતું

અમદાવાદ શહેરની તો એવી હાલત થઈ ગઇ હતી કે જ્યાં જુઓ ત્યાં બસ ધૂમ્મસ જ ધૂમ્મસ દેખાઈ રહ્યું હતું. વાહનો ચલાવવા મુશ્કેલ થઈ ગયા હતા. હાઈવે પર પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

Share: