VIDEO : અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

VIDEO : અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સાંજે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના લોકોને રાહત મળી હતી. શહેરમાં ગઈકાલે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડયો હતો જેના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. 

શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. 

આ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા

સાંજે પડેલા મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજી દીધા છે. દરમિયાન, કૃષ્ણનગર, બાપુનગર, ઠક્કરનગર, રાયપુર, ખાડિયા, આનંદનગર, સેટેલાઈટ, રાણીપ, વાડજ, સુરધારા સર્કલ, ઈન્ડિયા કોલોની, નહેરુ બ્રિજથી લઈને ઈન્કમટેક્સ સુધી, એસજી હાઈવે, થલતેજ, વસ્ત્રાપુર, ડ્રાઈવિંર રોડ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા. 

Share: