VIDEO : અમદાવાદમાં નિવૃત્ત IAS ઓફિસરના પુત્રએ AMCની ટીમ પર ચાકુથી કર્યો હુમલો

VIDEO : અમદાવાદમાં નિવૃત્ત IAS ઓફિસરના પુત્રએ AMCની ટીમ પર ચાકુથી કર્યો હુમલો

અમદાવાદ, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં AMCના સ્ટાફ પર ગંભીર હુમલો થવાની ઘટના સામે આવી છે. AMCનાં પૂર્વ કમિશનર અને નિવૃત IAS અધિકારીના પૂત્ર આશીષ ત્રિપાઠીએ AMCના સ્ટાફ પર ચાકુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. AMCનો સ્ટાફ કોર્પોરેશનનો ટેક્સ વસૂલવા ગયો હતો, જેના પર IASના પુત્ર આશીષ ત્રિપાઠીએ અચાનક આવી ચાકુથી હુમલો કરી દીધો છે. આ ઘટના બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

દરમિયાન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન નિવૃત્ત IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠી રોષે ભરાયો હતો અને તેણે અચાનક કોર્પોરેશનના સ્ટાફ પર ચાકુ લઈને તુટી પડ્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજમાં બનેલી આ ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન આ હુમલાની ઘટનાને પગલે હવે ટેક્સની વસૂલાત કરનાર કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ પોલીસ બંદોબસ્ત સાથે સિલિંગ કામગીરી કરવી પડશે.

.

Share: