Uttar Pradesh Result Live: BJPએ 200નો આંકડો કર્યો પાર

Uttar Pradesh Result Live: BJPએ 200નો આંકડો કર્યો પાર

લખનૌ, તા. 10 માર્ચ 2022, ગુરૂવાર

ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 

@ 9:55 AM

ઉત્તર પ્રદેશમાં ભાજપને શરૂઆતી બે કલાકના ટ્રેન્ડમાં 200થી વધુ બેઠકો મળી રહી હોવાનો અંદાજ છે. 403માંથી 312 બેઠકોના શરૂઆતી રૂઝાનમાં બીજેપી 219 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે 82 બેઠકો પર સમાજવાદી પાર્ટી આગળ છે.

માયવતીની બીએસપી 4 બેઠકો અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે.

@ 9:15 AM

ઉત્તર પ્રદેશના શરૂઆતના 70 મિનિટ્સના રૂઝાનોમાં ભાજપ 165 બેઠકને પાર પહોંચી ગઈ છે. સપા 85 પર છે. પૂર્વાંચલ અને અવધમાં ભાજપ આગળ છે જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેને સપા તરફથી આકરી ટક્કર મળી રહી છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પાછળ ચાલી રહ્યા છે. 

Share: