Ukraine War: બપોરે 03:30 કલાકે બેલારૂસ ખાતે યુક્રેન-રશિયા વચ્ચે થશે ઐતિહાસિક વાતચીત

Ukraine War: બપોરે 03:30 કલાકે બેલારૂસ ખાતે યુક્રેન-રશિયા વચ્ચે થશે ઐતિહાસિક વાતચીત


– એક અહેવાલ પ્રમાણે યુક્રેન પરના હુમલામાં બેલારૂસ રશિયાનો સાથ આપી શકે છે

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં તે અંગે આજે બપોર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. હકીકતે આજે બેલારૂસ ખાતે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થશે. ભારતીય સમયાનુસાર બપોરે 03:30 કલાકે આ મીટિંગ યોજાશે. 

બેલારૂસ ખાતેથી વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વિટ કરીને રશિયા-યુક્રેન મીટિંગ માટે મંચ તૈયાર થઈ ગયો હોવાની જાણકારી આપી હતી. હવે માત્ર બંને દેશના ડેલિગેશનની રાહ જોવાઈ રહી છે. 

Share: