×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UK હાઇકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા, હવે ભારતીય બેંકો વિદેશમાં લોન વસૂલી શકશે

લંડન, 26 જુલાઇ 2021 સોમવાર

ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે UK હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇ કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા છે. હવે પછી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકાશે. UKનાં સમય મુજબ, બપોરે 3:42 વાગ્યે, Chief Insolvencies and Companies Courtના ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કહ્યું - હું ડોક્ટર વિજય માલ્યાને નાદાર જાહેર કરું છું.

ભારતીય બેંકનું પ્રતિનિધિત્વ કરતા લો ફર્મ ટીએલટી એલએલપી અને બેરિસ્ટર માર્સિયા શેકરડેમિયને ભારતીય બેંકોની તરફેણમાં નાદારી ઓર્ડર માટે દલીલ કરી હતી. જ્યારે 65 વર્ષીય ઉદ્યોગપતિ, બ્રિટનમાં ત્યાં સુધી જામીન પર રહી શકે છે, જ્યાં સુધી એક "ગોપનીય" કાનૂની કેસ, જેને આશ્રયની અરજી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે ત્યાં સુધી જામીન પર રહી શકે છે, કારણ કે પ્રત્યાર્પણની કાર્યવાહીથી અલગ કેસ છે, તેનું સમાધાન કરવામાં આવતું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠના ભારતીય બેન્કોનાં એક કંન્સોર્ટિયમે એપ્રિલમાં લંડન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાગેડું ઉદ્યોગપતિને નાદાર જાહેર કરવાનાં જબદસ્ત પ્રયાસો કર્યા હતાં,  વિજય માલ્યા તેમની બંધ થઇ ચુકેલી કિંગ ફિશર એરલાઇન્સને આપવામાં આવેલી લોનનાં 9,000 કરોડ રૂપિયા નહીં ચુકવવાનાં આરોપી છે.

વિજય માલ્યાનું કહેવું છે કે તેના પર જે લોન છે તે જનતાના પૈસા છે. એવામાં બેંકો નાદાર ન જાહેર કરી શકે. આ સાથે જ માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેંકો તરફથી નાદાર અરજી કાયદાની બહાર છે. કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લગાવવામાં આવી શકે નહીં કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.