Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમની નેધરલેન્ડ્સ સામેની પ્રથમ મેચમાં કારમી હાર

Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમની નેધરલેન્ડ્સ સામેની પ્રથમ મેચમાં કારમી હાર

ટોક્યો, 24 જુલાઇ 2021 શનિવાર

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ના પહેલા દિવસનો અંત ભારત માટે નિરાશાજનક રહ્યો. શનિવારે 24 જુલાઈએ, ભારતની છેલ્લી ઇવેન્ટ મહિલા હોકી મેચ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ તેના અનેક ગણા મજબૂત હરીફ નેધરલેન્ડ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્રણ વખતનાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સે ભારતને 5-1 ના મોટા અંતરથી હરાવીને સાત જીત સાથે પૂલ એમાં પ્રવેશ કર્યો. 

નેધરલેન્ડ્સની એફઆઈએચ રેન્કિંગમાં પહેલા નંબરની ટીમ સામે ભારતીય ટીમે પ્રથમ બે ક્વાર્ટર્સમાં સારો પડકાર મૂક્યો હતો, પરંતુ છેલ્લા બે ક્વાર્ટર્સમાં ટીમને વિખેરાઇ ગઇ અને એક પછી એક ગોલ ખાતી રહી. આગામી 26 જુલાઈએ ભારતનો મુકાબલો જર્મની સામે થશે.

રિયો 2016 પછી સતત બીજી વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી ભારતીય મહિલા ટીમ પાસે આ વખતે સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. ગયા વખતે ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી. આ વખતે ટીમ ઈન્ડિયા પહેલા કરતા વધુ સારી તૈયારી અને ફોર્મમાં હતી. જો કે, તેને શરૂઆતમાં નેધરલેન્ડની જેવી મુશ્કેલ ટીમનો પડકાર મળ્યો, જેને ટીમ માત આપી શકી ન હતી.

Share: