T-20 માં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ? વિરાટ કોહલીએ આપ્યો સંકેત

T-20 માં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ? વિરાટ કોહલીએ આપ્યો સંકેત

દુબઇ, તા. 8 નવેમ્બર 2021, સોમવાર

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સોમવારે છેલ્લી મેચ રમી રહી છે. વિરાટ કોહલીનો ટી-20 ફોર્મેટમાં કેપ્ટન તરીકેની છેલ્લી મેચ છે, એવામાં આ ખાસ મોમેન્ટ છે. વિરાટ કોહલીએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી મારા માટે ગર્વની વાત છે. જોકે, આ પ્રસંગે તેમણે સંકેત આપ્યો કે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન કોણ બની શકે છે.

વિરાટ કોહલીએ ટોસ ઉછાળતી વખતે કહ્યું, મને જે જવાબદારી આપવામાં આવી છે તેને મે પુરી નિષ્ઠા સાથે નિભાવી છે. મારા માટે ગર્વની વાત છે. 

હવે સમય આવી ગયો છે કે હવે પછીનો કેપ્ટન ટીમ ઇન્ડિયાને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહિયા છે, સાથે જ ટીમમાં ઘણા લીડર્સ છે, એવામાં ટીમ ઇન્ડિયા માટે આગામી સમય ઘણો સારો છે.

બીસીસીઆઇ આ ટુર્નામેન્ટ બાદ જ ટી-20 ફોર્મેટના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. રોહિત શર્માનું નામ આ રેસમાં સૌથી આગળ છે. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીના હાથમાંથી વનડે કેપ્ટનશીપ પણ જઇ શકે છે, એવામાં વ્હાઇટ બોલ ફોર્મેટ માટે એક નવો કેપ્ટન આવી શકે છે અને ટેસ્ટ ફોર્મેટ માટે વિરાટ કોહલી કેપ્ટન રહેશે. ટી-20 વર્લ્ડ કપ પહેલા જ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે હવે આ ફોર્મેટમાં કેપ્ટનશીપ નહીં કરે. 

Share: