×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ST બસની એડવાન્સ ટિકિટ મેળવી લેજો, આજ રાતથી 8 કલાક સુધી ઓનલાઈન બુકિંગ બંધ રહેશે

Image : Official

અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર

ST બસની મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટિકિટ મેળવી લેજો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાતથી 8 કલાક સુધી ઓનલાઈન બુકિંગ બંધ રાખવાવામાં આવશે. ગુજરાત નિગમ દ્વારા આ અંગેની જાણ પહેલા કરી દીધી હતી.   

આજ રાતથી આવતીકાલ સવાર સુધી ઓનલાઈન બુકિંગ બંધ રહેશે

ગુજરારતમાં દરરોજ લાખો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. આ માટે ઘણા લોકો એસટીમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવીને ટિકિટ મેળવી લેતા હોય છે ત્યારે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાત્રે 11 કલાકથી આવતીકાલ સવારે 7 વાગ્યા સુધી એપ્લિકેશન મેન્ટેનન્સના કારણે ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવશે. મુસાફરોને વધુ સરળતા રહે તે માટે એપ્લિકેશનનું મેઈન્ટેન્સ તેમજ સોફ્ટવેરની ગતિ વધારવા માટે આજે ઓનલાઈન બુકિંગ થઈ શક્શે નહી. આ માટે નિગમ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. ઓનલાઈન બુકિંગ બંધ થવાથી મુસાફરોને મુશકેલીનો સામનો કરવો પડી શકે છે. 


વેબસાઈટ પર નોટીફીકેશન મુકવામાં આવ્યુ છે

ગુજરાતના મુસાફરો આજ રાતથી કાલ સવાર સુધી એસટીનું બુકિંગ કરાવી શક્શે નહી. જીએસઆરટીસીની એપ્લિકેશન અને એસટીની ઓનલાઈન વેબસાઈટ તથા બસ સ્ટેન્ડ પર ઓનલાઈન કાઉન્ટર પરથી એડવાન્સ ટિકિટ ઉપલબ્ધ થશે નહી. આ માટે જીએસઆરટીસીએ મુસાફરોની જાણકારી માટે પોતાની વેબસાઈટ પર નોટીફીકેશન પણ મુક્યુ છે.