SFJએ સ્વીકારી PMની સુરક્ષામાં ચૂકની જવાબદારી, SCના 50થી વધુ વકીલોને આવ્યો આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન

SFJએ સ્વીકારી PMની સુરક્ષામાં ચૂકની જવાબદારી, SCના 50થી વધુ વકીલોને આવ્યો આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન


– થોડા દિવસો પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2022, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે નવો વળાંક સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની તપાસ માટે સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના 50 કરતાં પણ વધારે વકીલોને આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન કરવામાં આવ્યા છે. 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોન કોલ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી તેના સાથે સંબંધીત હતા. શીખ ફોર જસ્ટિસ (SFJ)એ ફોન કરીને વડાપ્રધાનની સુરક્ષામાં છીંડુ પાડવાની જવાબદારી સ્વીકારી છે. 

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં પણ SFJનો હાથ

થોડા દિવસો પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો. હુમલાના આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મની ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જસવિંદર સિંહ મુલ્તાની ‘શીખ ફોર જસ્ટિસ (SFJ)’ સાથે સંકળાયેલો છે. ઉલ્લેખનીય છે કે, શીખ ફોર જસ્ટિસ એક ખાલિસ્તાની સંગઠન છે. આ સંગઠનને ભારત સરકાર પ્રતિબંધિત કરી ચુકી છે. સંગઠનનું હેડક્વાર્ટર અમેરિકામાં છે અને આ સંગઠનના અનેક સદસ્ય NIAની રડાર પર છે. 

Share: