RR vs PBKS Live : પંજાબના ઓપનિંગ બેટ્સમેનોની ધમાકેદાર બેટીંગ, સ્કોર 5 ઓવરમાં 56/0

RR vs PBKS Live : પંજાબના ઓપનિંગ બેટ્સમેનોની ધમાકેદાર બેટીંગ, સ્કોર 5 ઓવરમાં 56/0

ગુવાહાટી, તા.05 એપ્રિલ-2023, બુધવાર

આજે IPL-2023ની 8મી મેચ રમાઈ રહી છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો છે અને પંજાબ કિંગ્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. આ મેચ ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમોએ IPLની આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. પંજાબ કિંગ્સે પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને અને રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આજની મેચ રોમાંચક રહેશે.

IPL LIVE SCORE

રાજસ્થાન રોયલ્સ ગત IPLમાં ફાઇનલિસ્ટ રહી હતી

IPLમાં અત્યાર સુધી રાજસ્થાનની ટીમનો પંજાબ કિંગ્સ સામે દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 24 મેચમાંથી રાજસ્થાન રોયલ્સે 14માં જીત મેળવી છે જ્યારે પંજાબની ટીમે 9 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ટાઈ પણ રહી હતી. રાજસ્થાન રોયલ્સ ગત IPLની સિઝનમાં ફાઇનલિસ્ટ રહી હતી જ્યારે પંજાબ કિંગ્સ ગત સિઝનમાં પ્લેઓફમાં પણ પહોંચી ન શકી હતી. રાજસ્થાનની ટીમ આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. રાજસ્થાન રોયલ્સ ટીમે ગુવાહાટીને બીજા હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું છે.

બંને ટીમોની સ્કોડ

રાજસ્થાન રોયલ્સ : સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, ધ્રુવ જુરેલ, સંદીપ શર્મા, મુરગન અશ્વિન, ડોનાવોન ફરેરા, કુણાલ સિંહ રાઠોડ, અબ્દુલ બાસિથ, કુલદીપ સેન, કુલદિપ યાદવ, ઓબેદ મેકકોય, કેસી કરિઅપ્પા, આકાશ વસિષ્ઠ, એડમ ઝમ્પા, જો રૂટ

પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, જિતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, ઋષિ ધવન, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, અથર્વ તાઈડે, મોહિત રાઠી, શિવમ સિંહ, રાજ બાવા, વિધ્વથ કાવેરપ્પા, કાગીસો રબાડા, બલતેજ સિંહ

Share: