×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Republic Day Parade 2021: રાજપથ પર ત્રણેય સેનાઓની પરેડ, બ્રહ્મોસ મિસાઈલની નીકળી ઝાંખી


નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021 મંગળવાર

પરેડમાં સામેલ થઈ બાંગ્લાદેશની સેના

ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા હેલિકોપ્ટરોએ દર્શકો પર ફૂલ વરસાવ્યા અને તે બાદ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી.

રાજપથ પર પહેલીવાર બાંગ્લાદેશની સશસ્ત્ર સેનાઓના 122 સૈનિકોના માર્ચિંગ ટુકડીએ પોતાની હાજરી નોંધાવી. આ ટુકડીનુ નેતૃત્વ લેફ્ટિનેન્ટ કર્નલ અબુ મોહમ્મદ શાહનૂર શાવોન અને તેમના ડેપ્યુટી લેફ્ટિનેન્ટ ફરહાન ઈશરાક અને ફ્લાઈટ લેફ્ટિનેન્ટ સિબત રહેમાને કર્યુ. આ ટુકડીમાં બાંગ્લાદેશની આર્મી, નૌસેના અને વાયુસેનાના જવાન સામેલ રહ્યા.


રાજપથ પર ભીષ્મ ટેન્ક અને બ્રહ્મોસ મિસાઈલની તાકાત

સૌથી પહેલા રાજપથ પર યુદ્ધ ટેન્ક ટી-90એ પોતાની તાકાત દેખાડી. આ મુખ્ય યુદ્ધક ટેન્ક, હંટર-કિલર સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ 125 મિમીની શક્તિશાળી સ્મૂથ બોર ગન, 7.62 મિમી કો-એક્સિલ મશીન ગન અને 12.7 મિમી વિરોધી વિમાન ગનથી લેસ છે.

861 મિસાઈલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઈલ પ્રણાલીના ઑટોનોમસ લોન્ચરે રાજપથ પર પોતાની તાકાત બતાવી. આનુ નેતૃત્વ કેપ્ટન કમરૂલ જમાને કર્યુ. 861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ છે. આ મિસાઈલને ભારત અને રશિયાના સંયુક્ત ઉદ્યમથી તૈયાર કરવામાં આવી છે.

રાજપથ પર આવી નૌસેનાની ઝાંખી

રાજપથ પર નૌસેનાની ઝાંખી પણ જોવા મળી. ઝાંખીના પહેલા ભાગમાં ભારતીય નૌસેના દ્વારા 04-05 ડિસેમ્બર 1971ની રાતે મિસાઈલ બોટ્સ દ્વારા કરાંચી બંદર પર હુમલાને દર્શાવવામાં આવ્યો. ઝાંખીની બંને તરફ હુમલાખોર યુનિટ દ્વારા અપનાવવામાં આવેલા માર્ગને દર્શાવવામાં આવ્યો.

ઝાંખીમાં 1971ના યુદ્ધમાં નૌસેનાના પ્રમુખ યોદ્ધાઓની પ્રદર્શન મંજૂષાને બતાવવામાં આવ્યુ છે. આઈએનએસ વિક્રાંતને સી હૉક અને અલાઈઝ એરક્રાફ્ટની સાથે ફ્લાઈંગ ઑપરેશનમાં ભાગ લેતા જોવા મળ્યા. ઝાંખીના અન્ય ભાગમાં યુદ્ધ દરમિયાન મહાવીર ચક્ર વિજેતાઓના ચિત્ર બતાવવામાં આવ્યા છે. ઝાંખીની બંને તરફ આત્મસમર્પણ સમારોહ સમયના ચિત્ર બતાવવામાં આવ્યા છે.

રાજપથ પર જવાનોએ બતાવ્યો જુસ્સો

રાજપથ પર ઉન્નત અથવા અપગ્રેડેડ શિલ્કા હથિયાર પ્રણાલીની ઝાંખી નીકળી. આની કમાન 140 વાયુ રક્ષા રેજિમેન્ટની કેપ્ટન પ્રીતિ ચૌધરીએ સંભાળી. શિલ્કા હથિયાર પ્રણાલી આધુનિક રડાર અને ડિજિટલ ફાયર કોમ્પ્યુટરથી લેસ છે અને લો લેવલ એર ડિફેન્સ માટે તમામ પરિસ્થિતિઓમાં લક્ષ્યને સાધતા દુશ્મનને તબાહ કરવામાં સક્ષમ છે. આ પ્રભાવી વર્તમાન પ્રદર્શનોના પરિણામ સ્વરૂપ રેજિમેન્ટને ભારતીય સેનામાં મહત્વનુ સ્થાન આપવામાં આવ્યુ છે.

હથિયારો બાદ હવે રેજિમેન્ટની ઝાંખી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા જાટ રેજિમેન્ટે પોતાની પરેડ કરી, જે બાદ ગઢવાલ રેજિમેન્ટના જવાનોએ પોતાનો જુસ્સો દર્શાવ્યો. મહાર રેજિમેન્ટે પોતાનો જુસ્સો રાજપથ પર બતાવ્યો, જેનો યુદ્ધઘોષ છે બોલો હિન્દુસ્તાન કી જય. 

દુર્ગા માતા કી જય બોલીને દુશ્મનના છક્કા છોડાવનાર જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ રેજિમેન્ટના જવાનોએ રાજપથ પર પોતાના જુસ્સાથી દરેકનુ દિલ જીતી લીધુ. શીખ લાઈટ ઈન્ફેટ્રી રેજિમેન્ટલ સેન્ટર, લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર, આર્ટિલરી સેન્ટરના સંયુક્ત બેન્ડ દસ્તાએ બલિદાનની ધૂનને રાજપથ પર વગાડી.