×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી આજે મુંબઈમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, શિરડીના શ્રદ્ધાળુઓ માટે વરદાન સમાન

Image : Twitter

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  મુંબઈને બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. એક વંદે ભારત મુંબઈથી સાઈનગર શિરડી અને બીજી મુંબઈથી સોલાપુર સુધી દોડશે. PM છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર-18 પરથી બંને હાઈસ્પીડ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન મુંબઈથી શિરડીથી સાંઈબાબા અને મુંબઈથી પંઢરપુર જતા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે.

PM મોદીનો મુંબઈમાં એક દિવસનો પ્રવાસ

PM મોદી મુંબઈની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. આ પછી તે શિવાજી મહારાજ ટર્મિનસથી INS શિકરા જશે. તે હેલિકોપ્ટર દ્વારા મુંબઈ એરપોર્ટ પહોંચશો. ત્યારબાદ રોડ માર્ગે વડાપ્રધાન મુંબઈ ઉપનગરમાં મરોલ જશે. પીએમ મોદી 4.30 વાગ્યાની આસપાસ મરોલ ખાતે અલજામિયા-તુસ-સૈફીયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. અલજામિયા-તુસ-સૈફિયાએ દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે.