PM મોદીને મારવાની વાત કરવા બદલ કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની ધરપકડ કરાઈ

PM મોદીને મારવાની વાત કરવા બદલ કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની ધરપકડ કરાઈ

ભોપાલ, 13 ડિસેમ્બર 2022, મંગળવાર

કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજા પટેરિયાએ PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. MPના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગ્યે કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. રાજા પટરિયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમા તે કથિત રીતે PM મોદીને મારવાની વાત જોવા મળી રહ્યા હતા. જોકે બાદમાં પટેરિયાએ પોતાનું નિવેદન ફેરવી કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવા માગે છે અને હત્યાનો અર્થ હાર થાય છે. 

હત્યાનો અર્થ ચુંટણીમાં હારનો હતો – રાજા પટેરિયા
રાજા પટેરિયાનો વીડિયો વાઈરલ થયા બાદ કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માગે છે. તેણે કહ્યું હતુ કે પ્રવાહમાં બોલાય ગયુ હતું.  આ વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ આ જ ભાગ વાઈરલ કર્યો હતો. રાજાએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો મતલબ એવો ન હતો. મારા નિવેદનને ફેરવીને રજૂ કરવામાં આવ્યું હતું. મારો હત્યાનો અર્થ ચુંટણીમાં હારનો હતો. 

શિવરાજે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
આ વિવાદિત નિવેદન મામલે MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૈાહાણે ટ્વીટ કર્યુ હતુ કે ભારત જોડો યાત્રાનું નાટક કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના હૃદયમાં વસે છે.  કોંગ્રેસના લોકો મેદાનમાં તેમનો મુકાબલો કરી શકતા નથી, તેથી જ તેઓ તેમને મારવાની વાત કરી રહ્યા છે.

આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી – નરોત્તમ મિશ્રા
આ અગાઉ કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન પર MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ FIR માટે સૂચના આપી હતી. આ પછી MP પોલીસે રાજા પટરિયા સામે કેસ નોંધ્યો હતો. આજે તેની ધરપકડ કરવામાં આવી હતી. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, મેં પટેરિયાજીના નિવેદનો સાંભળ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેમણે કહ્યું કે ઈટાલીમાં કોંગ્રેસ છે અને ઈટાલીમાં મુસોલિનીની માનસિકતા છે. સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત રાહુલ ગાંધીની યાત્રામાં ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં એસપીને આ મામલે તાત્કાલિક FIR દાખલ કરવા સૂચના આપી છે.

Share: