×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના ટ્વિટર પર ગ્રે ટિક દેખાવાનુ શરુ, રાહુલ ગાંધીના ટ્વિટર પર બ્લુ ટિક યથાવત

IMAGE :  Twitter 












નવી દિલ્હી, 20 ડિસેમ્બર 2022, મંગળવાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર ગ્રે ટિક દેખાવાનું શરૂ થઈ ગયું છે. જોકે, કોંગ્રેસના રાહુલ ગાંધીની પ્રોફાઇલમાં હજુ પણ બ્લુ ટિક જ દેખાઈ રહ્યુ છે. નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ ટ્વિટર પર ફેરફારો દેખાવા લાગ્યા છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યુ છે. હવે તેમના હેન્ડલ્સમાં ગ્રે ટીક્સ દેખાવા લાગ્યા છે. આ ઉપરાંત ઘણા રાજકારણીઓના હેન્ડલ્સમાં હજુ પણ બ્લુ ટિક દેખાય છે. ટ્વિટરે 13 ડિસેમ્બરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર કરી ત્રણ રંગમાં ટિક દેખાડવાનું શરુ કરી દીધુ છે. કંપનીઓને ગોલ્ડ ટિક, સરકારોને ગ્રે ટિક અને સામાન્ય નાગરિકોને બ્લુ ટિક દેખાડશે. પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ તેમજ વડાપ્રધાન કાર્યાલય જેવી સરકારી સંસ્થાઓ પર ગ્રે ટિક દેખાવાનું શરૂ થઈ ગયું છે. યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન, યુકેના પીએમ ઋષિ સુનક સહિત ઘણા રાજકારણીઓની ટ્વિટર પ્રોફાઇલ પર ગ્રે ટિક દેખાય રહ્યા છે.

ટ્વિટરે બ્લુ ટિક સેવામાં ઘણા ફેરફારો કર્યા હતા
ટ્વિટરે ગત મહીના 9મી નવેમ્બરના રોજ ટિક માર્ક બેજ સાથે ટ્વિટર બ્લુ લોન્ચ કર્યું, પરંતુ નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને કારણે બે દિવસ પછી સેવાને હોલ્ડ પર મૂકી દીધી. નવા બ્લુ સાઇન અપ બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે આ સેવા અમેરિકા સહિત કેટલાક દેશોમાં ફરી શરૂ કરવામાં આવી છે. આ માટે યુઝરે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. જો તમે તેને Appleના એપ સ્ટોર પરથી ખરીદો છો, તો તે દર મહિને $11માં ચુકવવા પડશે. એપલ સ્ટોર પર તે મોંઘા હોવાનું કારણ એપલ દ્વારા વસૂલવામાં આવેલ 30 ટકા ટેક્સ છે. ભૂતકાળમાં એલોન મસ્કે એપલના આ ટેક્સ વિશે જણાવ્યું હતું. ભારતમાં આ સેવા શરૂ થશે ત્યારે તેના માટે દર મહિને 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.