×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ મને ફરી સાચો સાબિત કર્યો, પાકિસ્તાનના વિદેશ મંત્રીનું ફરી વિવાદાસ્પદ નિવેદન

Image Source by - BilawalBhuttoZardari, Twitter

ઈસ્લામાબાદ, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ જરદારી ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. જરદારીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં મુસલમાનોને નરેન્દ્ર મોદીની પાર્ટી ત્રાસ આપી રહી છે. જરદારીએ કહ્યું કે, ભારત સરકાર ગુજરાતના મુસાલમાનો પર ખુબ જ અત્યાચાર કરી રહી છે. બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમના પર ઈનામની જાહેરાત કી છે.

પાક. વિદેશ મંત્રીએ અગાઉ PM મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહ્યા હતા

બિલાવલ ભુટ્ટોએ અગાઉ પણ ભારતના PM નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનથી ગુસ્સે થયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટોએ PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમને 'ગુજરાત કા કસાઈ' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ભુટ્ટોએ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ 'ગુજરાતનો કસાઈ' હજુ પણ જીવતો છે અને ભારતના વડાપ્રધાન છે.

PM વિરૂદ્ધ ઝેર ઓકનાર ભુટ્ટોને જયશંકરે આપ્યો હતો જવાબ

પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાનીઓ પાસેથી ક્યારેય કોઈ મોટી આશાઓ રાખી નથી. જયશંકરે કહ્યું હતું કે, અમારા મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે તેમના વિદેશ મંત્રી વિશે શું વિચારીએ છીએ.