×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ ચીન સામે માથું ટેકવી આપણી જમીન આપી દીધીઃ રાહુલ ગાંધી


- ફિંગર 4 આપણું ક્ષેત્ર છતા સેના ફિંગર 3 પર રહેશે

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચીન મુદ્દે પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું અને ભારત સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જમીનનો ટુકડો ચીનને સોંપી દીધો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. રાહુલ ગાંધી શુક્રવારથી બે દિવસના રાજસ્થાન પ્રવાસે જશે અને ખેડૂત મહાપંચાયતમાં હિસ્સો લેશે. 

રાહુલ ગાંધીએ ચીન મુદ્દે જણાવ્યું કે, ગઈકાલે (ગુરૂવારે) સંરક્ષણ મંત્રીએ સંસદમાં જે નિવેદન આપ્યું તેમાં કેટલીક બાબતો સ્પષ્ટ થવી જોઈએ. ભારત સરકાર એપ્રિલ 2020 પહેલા જે સ્થિતિ હતી તે ફરીથી લાગુ કરવા કહેતી હતી પરંતુ સંરક્ષણ મંત્રીનું નિવેદન કશું અલગ દર્શાવે છે. આપણી જગ્યા ફિંગર 4 પર છે તો પછી સરકારે ફિંગર 3 માટે સહમતી કેમ આપી? વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ ભારતીય જમીનને ચીનને હવાલે શા માટે કરી?

રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દાનો ઉલ્લેખ કરીને ચીની સેના ત્યાંથી પાછી કેમ નથી હટી તેવો સવાલ કર્યો હતો. વડાપ્રધાને દેશની પવિત્ર જમીન ચીનને પકડાઈ દીધી હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો અને વડાપ્રધાન મોદીએ ચીન સામે માથું ટેકવી દીધું હોવાનું જણાવ્યું હતું.