×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ કર્યું કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન, પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે ખાસ


- ઉદ્ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું જેમાં 100થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ વિભિન્ન વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસનું પણ આયોજન છે. વડાપ્રધાન મોદી કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં 'અભિધમ્મ દિવસ' પર આયોજિત એક સમારંભમાં પણ ભાગ લેશે. 

કુશીનગર એક આતંરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું જેમાં 100થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા. 

વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ 26 નવેમ્બરથી શરૂ થશે તથા 18 ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જોડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં સ્વાગત કર્યું હતું.