PF ખાતાધારકો માટે સારા સમાચાર, EPFOએ વ્યાજ દરમાં કર્યો વધારો

PF ખાતાધારકો માટે સારા સમાચાર, EPFOએ વ્યાજ દરમાં કર્યો વધારો

કોરોડો ખાતાધારકો માટે ખુશીના સમાચાર મળી છે. કેન્દ્ર સરકારના EPFO એ આજે યોજાયેલી તેની બેઠકમાં  એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. 

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં વધારો

અહેવાલ અનુસાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધારીને 2022-23 માટે 8.15 ટકા કરવામાં આવ્યો છે. ગઈકાલે EPFOની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. આ બે દિવસીય બેઠકમાં EPFOએ તેના સબ્સ્ક્રાઇબર્સ માટે 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે.

EPFO ના 6 કરોડ સદસ્યોને થશે લાભ 

ગયા વર્ષે એટલે કે વર્ષ 2021-22 માટે આ વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો પણ વિરોધ થયો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા વ્યાજ દરો નક્કી થતાં જ નાણા મંત્રાલયે આ વ્યાજ દરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે. EPFO ​​કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે અને તેમાં સંભવિત 6 કરોડ લોકો છે આ તમામ લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય છે.  

Share: