Paytmના IPOને લઈ ક્રેઝી થયા રોકાણકારો, 3 કલાકમાં રિટેલનો અડધો હિસ્સો ભરાયો

Paytmના IPOને લઈ ક્રેઝી થયા રોકાણકારો, 3 કલાકમાં રિટેલનો અડધો હિસ્સો ભરાયો


– રિટેલ રોકાણકારો આ આઈપીઓમાં મહત્તમ 15 લોટ માટે અરજી કરી શકે છે અને આ માટે 1,93500 રૂપિયા ભરવાના રહેશે

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

છેલ્લા કેટલાક મહિનાઓથી આઈપીઓને લઈ રિટેલ રોકાણકારોની ઘેલઝા વધી ગઈ છે. તેના અનુસંધાને સોમવારે (8 નવેમ્બર)ના રોજ પેટીએમનો આઈપીઓ ઓપન થયો. રોકાણકારો આ આઈપીઓમાં 10મી નવેમ્બર સુધી અપ્લાય કરી શકશે. પેટીએમ આઈપીઓને લઈ રિટેલ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

પેટીએમનો આઈપીઓ રોકાણ માટે આજે સવારે 10:00 કલાકે ઓપન થયો અને શરૂઆતના 3 કલાકમાં જ રિટેલનો હિસ્સો 50 ટકા સુધી ભરાઈ ગયો. મતલબ કે, આ આઈપીઓને રિટેલ રોકાણકારોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

જ્યારે 3 કલાકમાં નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ એટલે કે, HNI માટે રિઝર્વ 1.31 કરોડ શેરમાંથી 51,186 ઈક્વિટી શેર માટે બોલી બોલાઈ છે. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ 2.63 કરોડ શેરમાંથી 2,310 શેર માટે બોલી બોલાઈ છે. 

કંપનીએ આ શેર માટેની પ્રાઈસ બેન્ડ 2,080થી 2,150 રૂપિયા પ્રતિ શેર રાખી છે અને 6 શેરની એક લોટ સાઈઝ છે. પ્રાઈઝ બેન્ડ અને લોટ સાઈઝ પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 6 શેર માટે અરજી કરવાની રહેશે. અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી રોકાણકારોએ લઘુત્તમ 12,900 રૂપિયા લગાવવાના રહેશે. 

રિટેલ રોકાણકારો આ આઈપીઓમાં મહત્તમ 15 લોટ માટે અરજી કરી શકે છે અને આ માટે 1,93500 રૂપિયા ભરવાના રહેશે. પેટીએમ દ્વારા પોતાના આઈપીઓના આકારને વધારીને 18,300 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. પહેલા તે 16,600 કરોડ રૂપિયા હતો. 

Share: