×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ


નવી દિલ્હી,તા. 26 માર્ચ 2023, મંગળવાર 

કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી છે. મહત્વનું છે કે, આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી

3 મહિનાનો સમય લંબાવાયો

જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમને આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જો તમે આ સમયમર્યાદા સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે.

10,000 રૂપિયાનો દંડ

જોકે આ નવી ડેડલાઈન સાથે પણ આધાર પાન લિંક કરવા પર તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 1 જુલાઈ બાદ લિંક ન થવાના કિસ્સામાં  તમારું પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને તમારે તેનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.