×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

OBC અનામત અંગે મોટો દાવ, આજે લોકસભામાં આ મહત્વનું બિલ લાવશે મોદી સરકાર


- આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જ્યાં ઓબીસી સમુદાયની ચૂંટણી ગણિત પર બહું મોટી અસર છે 

નવી દિલ્હી, તા. 09 ઓગષ્ટ, 2021, સોમવાર

કેન્દ્ર સરકારે આજે એટલે કે સોમવારે લોકસભામાં એક મહત્વનું બિલ રજૂ કરશે. ઓબીસી સમુદાય સાથે સંકળાયેલું લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યોને અધિકાર આપતું સંવિધાન સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં જ તેના પર મહોર લગાવી હતી. 

127મા બંધારણ સંશોધન બિલ દ્વારા આર્ટિકલ 342 A (3) લાગુ કરવામાં આવશે જેના દ્વારા રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાના હિસાબથી ઓબીસી સમુદાયનું લિસ્ટ તૈયાર કરી શકે. સંશોધિત બિલ પસાર થયા બાદ રાજ્યોએ આ માટે કેન્દ્ર પર નિર્ભર નહીં રહેવું પડે. 

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટે આ સંવિધાન સંશોધન બિલ પર મહોર મારી હતી. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થયા બાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ આવી રહ્યું છે બિલ

હકીકતે સુપ્રીમ કોર્ટે મે મહિનામાં એક ટિપ્પણી કરી હતી. તેમાં કહ્યું હતું કે, ફક્ત કેન્દ્રને એ અધિકાર છે કે, તે ઓબીસી સમુદાય સાથે સંકળાયેલી યાદી તૈયાર કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે આપત્તિ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર હવે સંવિધાન સંશોધન બિલ લાવીને તેને કાયદાનું સ્વરૂપ આપવા માંગે છે. 

આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જ્યાં ઓબીસી સમુદાયની ચૂંટણી ગણિત પર બહું મોટી અસર છે. તેવામાં કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમુદાયને લલચાવવા માટેના પગલા તરીકે પણ જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનની રિઝર્વ બેઠકોમાં કેન્દ્રએ ઓબીસી સમુદાય અને આર્થિક રીતે પછાત લોકો માટે બેઠકો અનામત કરી હતી.