NCPમાં શરદ પવારનો ‘પાવર’ યથાવત્, રાજીનામું પાછું ખેંચ્યું

NCPમાં શરદ પવારનો ‘પાવર’ યથાવત્, રાજીનામું પાછું ખેંચ્યું

એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેમને અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી અને તેના બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી હતી. આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એનસીપીના દફ્તરની બહાર એનસીપીના કાર્યકરો દ્વારા જોશભેર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. શરદ પવારના સમર્થનમાં અહીં સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે.

Share: