×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Narendra Giri Death Case: CBI આજથી શરૂ કરશે તપાસ, 20 સભ્યોની ટીમ પહોંચી પ્રયાગરાજ


નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2021 શનિવાર

સીબીઆઈ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે ઔપચારિક તપાસ આજથી શરૂ કરશે. શુક્રવારે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈ હત્યા કે આત્મહત્યા જેવા એંગલની તપાસ કરશે. સીબીઆઈની 20 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે. આ મામલે સીબીઆઈએ પ્રયાગરાજમાં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં રાખી છે. આ એફઆઈઆર અમર ગિરી પવન મહારાજે નોંધાવી હતી.

શંકાસ્પદ હાલતમાં થયુ હતુ મૃત્યુ

મહંત નરેન્દ્ર ગિરી ગત સોમવારે બાઘંબરી મઠ સ્થિત પોતાના રૂમમાં મૃત જોવા મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગિરીનું મોત ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયુ. ઉત્તર પ્રદેશ પોલીસની એક તપાસ અનુસાર, મહંતને છેલ્લીવાર સોમવારે બપોરે ભોજન બાદ પોતાના રૂમમાં પ્રવેશ કરતા જોવામાં આવ્યા હતા. સાંજે તેમના શિષ્યોએ દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ આવ્યો નહીં જ્યારે તેમના શિષ્યોએ દરવાજો તોડ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો તો તેમણે નરેન્દ્ર ગિરિને છતથી લટકાવી દીધો.

કથિત સુસાઈડ નોટ જપ્ત

પોલીસે મહંતના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ પણ જપ્ત કરી હતી. મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ત્રણ લોકો આનંદ ગિરિ, આદ્યા તિવારી અને સંદીપ તિવારીને યુપી પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ તપાસ કરશે કે મહંતનુ મૃત્યુ હત્યા કે આત્મહત્યા છે.