×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં સિંધિયાના વધુ એક વફાદાર સમંદર પટેલ કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- ભાજપમાં અપમાનિત કરાયો

image : Twitter


ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને જ્યોતિરાદિત્ય સિંધિયા (jyotiraditya scindia ) ના વફાદાર સમંદર પટેલ રાજ્ય કોંગ્રેસ સમિતિના વડા કમલનાથની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. સમંદર પટેલ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થવા માટે રાજ્યની રાજધાની ભોપાલમાં પીસીસી ઓફિસે પહોંચ્યા હતા. માહિતી અનુસાર આ દરમિયાન તે 800 થી વધુ ગાડીઓના કાફલા સાથે નીમચના જાવદ વિસ્તારથી ભોપાલ પીસીસી ઓફિસે પહોંચ્યા હતા. 

સમંદર પટેલ 2020માં ભાજપમાં જોડાયા હતા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર અને મધ્યપ્રદેશ ભાજપના કાર્યકારી સમિતિના સભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. નીમચના જાવદના ઓબીસી નેતા, 52 વર્ષીય સમંદર પટેલ જ્યારે સિંધિયા અને તેમના વફાદાર ધારાસભ્યોએ કમલનાથ સરકારને પાડી દઈને માર્ચ 2020 માં કોંગ્રેસ સામે બળવો કર્યો ત્યારે તે પણ ભાજપમાં જોડાયા હતા. જો કે, આ વખતે કોંગ્રેસમાં જોડાતા સમંદર પટેલે કહ્યું કે તેઓ ભાજપમાં અપમાનિત અનુભવતા હતા.

'ભાજપમાં અપમાન મળ્યું'

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “ભાજપે ન તો મને સ્વીકાર્યો અને ન તો મારા સમર્થકોનું સન્માન કર્યું. વર્કિંગ કમિટીના સભ્ય હોવા છતાં મને ક્યારેય પાર્ટીના કાર્યક્રમોમાં બોલાવવામાં આવ્યો ન હતો. હકીકતમાં મારા સમર્થકોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા." પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે પટેલ સમર્થકો સાથે લગભગ 800 વાહનોનો કાફલો લઈને આવ્યા હતા અને શુક્રવારે રાજ્ય એકમના વડા કમલનાથની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.