×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં નિર્ભયા કાંડ જેવી વધુ એક ઘટના, 11 વર્ષની સગીરા પર ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નખાયો


મધ્યપ્રદેશના સતના જિલ્લામાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. 11 વર્ષની બાળકી પર ગેંગરેપ કર્યા બાદ આરોપીએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. આજે સવારે મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી ઘાયલ હાલતમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બાળકીને પોલીસે મૈહરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલથી ગુમ થયેલી એક બાળકી લોહીથી લથપથ મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. યુવતીને પોલીસે મૈહરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાંથી તેને ગંભીર હાલતમાં રીવા રિફર કરવામાં આવી છે.

પોલીસે બે વ્યક્તિઓની કરી ધરપકડ 

ઘટનાની માહિતી મળતા જ SDM અને એસડીઓપી પોલીસની સાથે મૈહર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કેસમાં દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 2 શકમંદોની પણ ધરપકડ કરી છે.પોલીસ ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછ કરી રહી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું, "મૈહરમાં એક પુત્રી પર બળાત્કારની માહિતી મને મળી છે, જેને સાંભળી મારું હૃદય પીડાથી ભરાઈ ગયું છે, હું વ્યથિત છું." મેં પોલીસને સૂચના આપી છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જોકે હાલ સુધીમાં પોલીસે ગુનેગારોની ધરપકડ તો કરી લીધી છે. પુત્રીની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. 

વિપક્ષે સરકાર પાસે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની કરી માગ 

તે જ સમયે, રાજ્યના પૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શોક વ્યક્ત કર્યો છે અને શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું, “મૈહરમાં નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના અત્યંત નિંદનીય છે. નિર્ભયા ઘટનાની જેમ બાળકી સાથે અમાનવીય વ્યવહારનો મામલો પણ સામે આવી રહ્યો છે. રાજ્યમાં છોકરીઓ પર થતા અત્યાચારની ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે શિવરાજ સરકાર બહેન-દીકરીઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. હું મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે દીકરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે અને તેને તાત્કાલિક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે.