×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Live: ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ફરી લહેરાશે કેસરિયો, સુરતમાં AAPની એન્ટ્રી


અમદાવાદ, તા. 23 એપ્રિલ 2021, મંગળવાર

Result Live Update


- ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ, હાઉસ ટેક્સમાં 50 ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ કોંગ્રેસને તારી ન શક્યા

મહાનગરપાલિકા

 બેઠક

ભાજપ

કોંગ્રેસ

AAP

OTH

અમદાવાદ

192

150

21

00

01

સુરત

120

93

00

27

00

વડોદરા

76

69

07

00

00

રાજકોટ

72

68

04

00

00

જામનગર

64

50

11

00

03

ભાવનગર

52

44

08

00

00

Total

576

 

 

 

 

- કોંગ્રેસનો પંજો બંજર થતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું, હોમટાઉનમાં CMએ પ્રચાર પણ ન કર્યો છતાં કેસરિયો લહેરાયો

- વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, 57 બેઠકો પર જીત સાથે BJP સૌથી આગળ, સતત 34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરી હાર્યા

- ભાવનગર મહાપાલિકા : ઘોઘાસર્કલ, પીરછલ્લા, વડવા-બ વોર્ડમાં બીજેપીની પેનલ વિજય, બોરતળાવ વોર્ડમાં 3 સીટ કોંગ્રેસ, 1 સીટ બીજેપીને મળી

- જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું, ત્રણ બેઠકો ભાજપ જીત્યું, 1માં કોંગ્રેસની જીત

- રાજકીય ગણિત/ 100માંથી 21 જણાની પસંદ સંભાળશે 06 મહાનગરપાલિકાની સત્તા, સરેરાશ 41 ટકા જ થયું છે રાજ્યમાં મતદાન

- રાજકોટમાં 72માંથી 56 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું, કોંગ્રેસનો પંજો બંજર થયો, હોમટાઉનમાં CMએ પ્રચાર પણ ન કર્યો છતાં કેસરિયો લહેરાયો

- સુરતમાં ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત, ભાજપ 58 તો આપ 22માં આગળ, કોંગ્રેસને ખાતુ ખોલવાના ફાંફા

- અમદાવાદમાં થલતેજ સહિતની 13 પેનલ જીતી ભાજપની સત્તાનું પુનરાવર્તન નિશ્ચિત, કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને ‘નો એન્ટ્રી ’

- વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત, 49 બેઠકો પર જીત સાથે BJP સૌથી આગળ, કોંગ્રેસનો સફાયો

- અમદાવાદમાં કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને ‘નો એન્ટ્રી ’, થલતેજ સહિત 8 વોર્ડમાં ભાજપ અને દરિયાપુર સહિત 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી

- અમદાવાદમાં કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને ‘નો એન્ટ્રી ’, થલતેજ સહિત 8 વોર્ડમાં ભાજપ અને દરિયાપુર સહિત 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી

- રાજકોટ: ભાજપનું વિજય સરઘસ, ભાજપ 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તેમજ એક બેઠક પર આપ આગળ

- ભાવનગર: વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસનો વિરોધ

- સુરત: વોર્ડ નંબર 1,6,14,21,23 અને 29માં ભાજપની પેનલની જીત તો વોર્ડ નંબર 4,13 અને 16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે

- 6 મહાનગરપાલિકામાં 576માંથી 382નો ટ્રેન્ડ, 315માં ભાજપ આગળ, 42માં કોંગ્રેસ આગળ, 25 બેઠકોમાં ત્રીજો વિકલ્પ બની રહ્યું છે AAP અને AIMIM

- અમદાવાદ: બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી

- મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોંગ્રેસને કારમી પછડાટ, બીજેપી કુલ 201, કોંગ્રેસ 42 બેઠકો પર આગળ, આપ સુરતમાં 8 બેઠકો પર વિજેતા થઈ

- અમદાવાદ પશ્ચિમના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જીતી, કોંગ્રેસના ગઢ ગણાતા દરિયાપુરમાં ભાજપની પેનલ હારી

- અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની જીત, ભાજપના તમામ 4 ઉમેદવાર થયા વિજેતા

- સુરતમાં કોંગ્રેસની બેઠકો આંચકી AAP 3 વોર્ડમાં બની વિજેતા, ભાજપે ગઢ જાળવી રાખતા 4 વોર્ડ પર વિજયી મેળવ્યો

- સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ કતારગામમાં ચોથા રાઉન્ડ ભાજપની સમગ્ર પેનલ આગળ છે. ચાર રાઉન્ડમાં બીજા નંબર આપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોરમાં આમ આદમી પાર્ટીની પેનલ પહેલા નંબરે અને ભાજપ બીજા નંબરે છે.
- વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર 15 બેઠક પર ભાજપ તો 10 પર કોંગ્રેસ આગળ

- અમદાવાદઃ ખોખરામાં ભાજપ આગળ, વસ્ત્રાલમાં 4થા રાઉન્ડમાં બીજેપી આગળ, નિકોલ 2જા રાઉન્ડમાં બીજેપી આગળ

- જામનગર: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ આગળ

- વડોદરામાં 7 બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ, મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

- સુરત રિઝલ્ટમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ, SVNIT ખાતે પોલીસ મહિલા કર્મચારીની તબિયત લથડી

- તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરીમાં 33માં ભાજપ આગળ, 10માં કોંગ્રેસ આગળ

- વડોદરામાં બબાલ : મનપાની મતગણતરી દરમિયાન એજન્ટો અને પોલીસ આમને સામને

- વડોદરા રિઝલ્ટ:76 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિતના 279 ઉમેદવારોનું ભાવી EVMમાંથી ખુલશે, પોલિટેકનિક કોલેજ બહાર ટોળા ઉમટ્યા, 9 વાગ્યાથી મતગણતરી

- સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ, બેલેટ પેપરમાં ભાજપ આગળ અને કોંગ્રેસ પાછળ, મતગણતરી સ્થળે કાર્યકરોના ટોળા

- ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે હોબાળો


રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ બેલેટ પેપરનું મતગણતરીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરાશે. આ બંને સ્થળો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કોર્પોરેશનકેટલા વોર્ડબેઠકકેટલા ઉમેદવારોભાજપકોંગ્રેસઆપઅપક્ષ
અમદાવાદ4819277319118815687
સુરત3012048412011711358
વડોદરા197627976764130
જામનગર166423664624827
રાજકોટ187229372707220
ભાવનગર13522115251394
કુલ1445762276575564419226

વર્ષ 2010થી 2021 સુધીનું મતદાન

મનપા201020152021
અમદાવાદ44.1246.5142.51
સુરત42.3339.9347.14
રાજકોટ41.0650.450.72
વડોદરા44.4148.7147.84
જામનગર50.3556.7753.38
ભાવનગર45.2547.4949.46
કુલ43.6845.8146.08

 
 

અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર કાર્યકર્તાઓની પાંખી હાજરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે ત્યારે ગુજરાત કોલેજ પર ગણ્યા ગાંઠિયા પચ્ચીસથી ત્રીસ માણસો જોવા મળી રહ્યા છે. ખૂબ જ ઓછું મતદાન થયું હોવાથી કાર્યકરોમાં હતાશા જોવા મળી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.


ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર EVMમા ચેડાના આક્ષેપ સાથે હોબાળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતરી થવાની છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે Evmમા ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા.

કોલેજ પાસે જઈને સૂત્રો પોકારીને હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા કેટલાક રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે તેમણે કોલેજ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનો વિશ્વાસ સંપાદન કરતા મામલો થાળે પડ્યો હતો.


અમદાવાદમાં બે સ્થળોએ મતગણતરી થશે
ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા, સાબરમતી, રાણિપ,  ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં આશરે 48 ટકા મતદાન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી દરમિયાન કોર્પોરેશનના કુલ 19 વોર્ડ પૈકી સૌપ્રથમ વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16નું પરિણામ જાહેર થઇ જશે. મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને બાદમાં ઇવીએમમાં પડેલા મતોની ગણતરી  શરૂ થશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં આશરે 48 ટકા મતદાન થયું છે.  પોલિટેકનિક કોલેજ અને આસપાસના વિસ્તારમાં મતગણતરીને કારણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ પોલીસ પોલિટેકનિક રોડ પરનો વાહન વ્યવહાર અન્ય માર્ગો પર ડાયવર્ટ કરાયો છે.


સુરતમાં બે કેન્દ્રો ઉપર કરવામાં આવી રહી મતગણતરી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બે કેન્દ્રો ઉપર કરવામાં આવી રહી છે. શહેરની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને એસવીએનઆઇટી કોલેજ ખાતે મતગણતરી કરાશે. મતગણતરી સેન્ટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. મતગણતરી સેન્ટરની બહાર તમામ અપડેટ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા માટે સ્ક્રીન પર ગોઠવવામાં આવી છે.


રાજકોટમાં  6 અલગ-અલગ સ્થળે મતગણતરી
રાજકોટમાં 6 અલગ-અલગ સ્થળે મતગણતરી સવારે 9 કલાકે હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે.


જામનગરમાં હરિયા કોલેજે મતગણતરી
જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રોન્ગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.